તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ નોંધાયા, શહેરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 9.63 લાખને પાર થઈ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મે મહિનામાં થયેલા વિક્રમજનક વેક્સિનેશનની અસર હવે શરૂ
  • સોમવારે 11000 ડોઝમાંથી 70 ટકા જથ્થો બીજા ડોઝમાં વપરાયો

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42809 પર પહોંચી છે અને 16 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.અને બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4127 લોકોએ વેક્સિન લીધી છે. રાજકોટ શહેરમાં 18 કરતા વધુ વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ થયું ત્યારે બે ભાગ એટલે કે 18થી 44 અને 45થી વધુ સહિત કુલ 9.93 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ અપાયો હતો. જેમાં થોડા સમય સુધી લોકોમાં નિરાશા રહ્યા બાદ જાગૃતિ આવતા રસીકરણ સતત વધ્યું હતું. સોમવાર સાંજ સુધીમાં 9.63 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે.

98 ટકા કરતા વધુ લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે
રાજકોટ શહેરમાં વેક્સિનેશનમાં વસતી દૃષ્ટિએ 98 ટકા કરતા વધુ લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે જોકે 99 ટકાએ પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગે રાજકોટનો ટાર્ગેટ એક લાખ વધારી દેતા વેક્સિનેશન 88 ટકાએ પહોંચ્યું છે. આમ છતાં રાજ્યભરમાં રાજકોટ શહેર 18 પ્લસની વસ્તીની સાપેક્ષમાં પહેલો ડોઝ આપવા મામલે બીજા ક્રમે છે.

મે મહિનામાં થયેલા વિક્રમજનક વેક્સિનેશનની અસર હવે શરૂ થઈ
મે મહિનાના અંતમાં રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી વધુ રસીકરણ થયું હતું અને માત્ર એક જ સપ્તાહમાં 1 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તમામને રસી લીધાના 84 દિવસ થતા ફરીથી બીજા ડોઝમાં સંખ્યા વધશે જેની અસર સોમવારથી જ જોવા મળી હતી. સોમવારે 11000 ડોઝ અપાયા હતા જેમાંથી 70 ટકા જથ્થો બીજા ડોઝ લેનારાઓને અપાયો હતો જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 30 ટકા હતી.

100 દિવસ વિત્યા છતાં ઘણા લોકોએ બીજો ડોઝ નથી લીધો
રાજકોટમાં એવા ઘણા લોકો છે જેમણે છેક એપ્રિલ માસમાં રસીનો ડોઝ લીધો હતો અને 100 દિવસ વિત્યા બાદ પણ બીજો ડોઝ લીધો નથી. આ અંગે આરોગ્ય શાખાના અધિકારીઓ જણાવે છે કે, કોઇપણ રસીના બે ડોઝ વચ્ચે લાંબુ અંતર હોય ત્યારે વધુ સારી અસર હોય છે. બાળકોના વેક્સિનેશનમાં આવું જ હોય છે. નિયમ મુજબ ઓછામાં ઓછા 84 દિવસ બાદ જ બીજો ડોઝ આપવાનો છે તેમજ વધુમાં વધુ કેટલા દિવસ ચાલે તેવો કોઇ નિર્દેશ નથી તેથી 100 દિવસ કરતા વધુ સમય વિત્યા બાદ પણ બીજો ડોઝ લઈ શકાય છે. આ ઉપરાંત જો પહેલો ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ હોય તો તેના 3 મહિના પછી બીજો ડોઝ લેવાનો રહે છે.

અન્ય સમાચારો પણ છે...