કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ નોંધાયા, જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં પાંચ લિટર ઓક્સિજન સપ્લાય કરી શકે તેવા 38 કોન્સન્ટ્રેટર મશીન અપાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોન્સન્ટ્રેટર મશીનની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
કોન્સન્ટ્રેટર મશીનની ફાઈલ તસ્વીર
  • આ મશીનમાં ઓક્સિજન સિલિન્ડરની જેમ તેને વારંવાર રીફિલ કરવાની જરૂર નથી

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42809 પર પહોંચી છે અને 16 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 5442 લોકોએ વેક્સિન લીધી છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યાં છે. પાંચ લિટર ઓક્સિજન સપ્લાય કરી શકે તેવા 38 કોન્સન્ટ્રેટર મશીન પીએચસી સેન્ટર ખાતે પહોંચાડવામાં આવ્યા છે. આ મશીનમાં ઓક્સિજન સિલિન્ડરની જેમ તેને વારંવાર રીફિલ કરવાની જરૂર નથી.

એક ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમત 26 હજાર છે
કોરોનાની બીજી લહેરમાં કેટલાય દર્દીઓ ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટ્યા હતા. ઓક્સિજન માટે લોકો રઝળતા જોવા મળ્યાં હતાં. ત્રીજી લહેરમાં ફરી આ દૃશ્યો ન સર્જાય તે માટે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. ત્યારે જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યા છે. ઓક્સિજનની શોર્ટેજ ઊભી થાય તો તેને પહોંચી વળવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર આરોગ્ય કેન્દ્રમાં અગાઉથી જ ફાળવી દેવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ અલગ અલગ પીએચસી સેન્ટર ખાતે કુલ 38 મશીન પહોંચાડવામાં આવ્યા છે. એક ઓક્સિજન કન્સન્ટ્રેટરની કિંમત 26 હજાર છે.

સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેક્નોલોજીથી કામ કરે છે
આ મશીન પાંચ લિટર ઓક્સિજન સપ્લાય કરી શકે છે. મહત્ત્વનું છે કે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર એક પોર્ટેબલ મેડિકલ ડિવાઇસ છે. જે વાતાવરણમાંથી હવાને ખેંચે છે અને નાઈટ્રોજન અલગ કરીને શુદ્ધ ઓક્સિજન સપ્લાય કરે છે. આ મશીન પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેક્નોલોજીથી કામ કરે છે. મશીન સાઈઝમાં પણ નાનું હોવાથી લોકો જરૂર પડ્યે ઘરે પણ લઈ જઈ શકે છે. બીજી તરફ દરેક આરોગ્ય સેન્ટર ખાતે 3 જેટલા મશીન તૈનાત કરવા આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...