તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ નોંધાયા,વિશ્વ હિન્દુ પરિષદે જન્માષ્ટમી પર્વની શોભા યાત્રા માટે માંગી મંજૂરી માંગી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના તમામ PHCમાં છ-છ ઓક્સિજન કિટ 4 દિવસમાં પહોંચાડાશે
  • કોરોનાની ત્રીજી લહેર પહેલા ગામડાંઓમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42809 પર પહોંચી છે અને 16 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી અને બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 5963 લોકોએ વેક્સિન લીધી છે.શહેરમાં હાલ વિશ્વ હિન્દુ પરિષદે જન્માષ્ટમી પર્વની શોભા યાત્રા માટે માંગી મંજૂરી માંગી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, અમે 37મી શોભાયાત્રા માટે મંજૂરી માંગી છે. જેમાં 200 લોકોની મર્યાદા અને કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે શોભાયાત્રા કાઢવાની માંગ કરી છે. આવતીકાલ સુધીમાં પોલીસ દ્રારા મંજૂરી અંગે નિર્ણય લેવાશે.

વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા
વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા

300 કિટ ફાળવી દેવામાં આવશે
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ન મળવાને કારણે અનેક લોકોએ દમ તોડ્યો હતો. ત્યારે ફરી આ સ્થિતિ ઊભી ન થાય તે માટે રાજકોટ જિલ્લાના દરેક આરોગ્ય સેન્ટર ખાતે 4 દિવસમાં ઓક્સિજન પહોંચાડી દેવામાં આવશે. જિલ્લામાં 54 પીએચસી ખાતે ઓક્સિજન સિલિન્ડર સહિતની કુલ 300 કિટ ફાળવી દેવામાં આવશે. કોરોનાની સંભવત ત્રીજી લહેર આવે તો ગ્રામ્ય લેવલે જ લોકોને ઓક્સિજન સહિત સુવિધા મળી રહે તે માટે અગાઉથી આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

દરેક PHCમાં 6 ઓક્સિજન બેડ
રાજકોટ જિલ્લાના દરેક પીએચસી ખાતે 6 ઓક્સિજન કિટ ફાળવવામાં આવશે. જેથી દરેક પીએચસીમાં 6 ઓક્સિજન બેડ તૈયાર થઈ જશે. અત્યાર સુધી ગ્રામ્ય લેવલે ઓક્સિજનની વ્યવસ્થા ન હતી. જેથી કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ન છૂટકે રાજકોટ શહેરની હોસ્પિટલોનો સહારો લેવો પડ્યો હતો. જોકે હોસ્પિટલોમાં પણ દર્દીઓને ઓક્સિજન માટે ભટકવાનો વારો આવ્યો હતો.

ઓક્સિજનની સુવિધા યથાવત્ રહેશે
હાલ ભલે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન કિટ ફાળવવામાં આવી હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવે કે ન આવે, આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની સુવિધા યથાવત્ રાખવામાં આવશે. જેના કારણે દર્દીઓને કોરોના સિવાય અન્ય બીમારીઓમાં પણ ઓક્સિજનની જરૂર પડશે તો પીએચસી ખાતે સારવાર મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...