કોરોના રાજકોટ LIVE:ધોરાજીમાં દાદા-પૌત્ર પોઝિટિવ, 3 વર્ષનું બાળક અને તેના 56 વર્ષીય દાદાના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા, બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોરોનાગ્રસ્ત થયેલા વોર્ડ નં.1ના મહિલા અને વોર્ડ નં. 4ના વૃદ્ધ ખાનગી હોસ્પિટલમાં દાખલ
  • રાજકોટથી બહારગામ ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે

રાજકોટમાં આજે ધોરાજી જિલ્લામાં દાદા-પૌત્ર પોઝિટિવ થયા છે. જેમાં 3 વર્ષનું બાળક અને 56 વર્ષીય વૃદ્ધ કોરોના પોટિવ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને પગલે હાલ શહેરમાં કુલ કેસની સંખ્યા 42873 પર પહોંચી છે.

શહેરમાં આજે શૂન્ય કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે શહેરમાં આજે શૂન્ય કેસ નોંધાયા છે પરંતુ ગઈકાલે શહેરમાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી એક મહિલા ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે અન્ય એકની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. મહત્ત્વનું છે કે બંને લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. દાદા અને પૌત્ર બંન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ ધોરાજીમાં સરવેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ છે.

લો રિસ્કવાળા 14 લોકોનું સ્ક્રીનિંગ કરાયું
વોર્ડ નં.1 માં આવેલી શાંતિનિકેતન એવન્યૂમાં રહેતા 44 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાસણગીરની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેમના સીધા સંપર્કમાં આવેલા બે લોકોના ટેસ્ટ કરાયા જ્યારે સંપર્કમાં આવેલા લો રિસ્કવાળા 14 લોકોનું સ્ક્રીનિંગ કરાયું.

75 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
જ્યારે બીજા કેસમાં વોર્ડ નં.4માં મોરબી રોડ પર રહેતા 75 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમના સીધા સંપર્કમાં આવેલા પરિવારના ચાર લોકોમાંથી 18 વર્ષથી ઉપરના ત્રણ લોકોના ટેસ્ટ કરાયા જ્યારે લો રિસ્કવાળા છ લોકોના સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. રાજકોટથી ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોના પોઝિટીવ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...