• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Zero Cases By Noon, Surveillance And Testing Operations Started After A 3 year old Child Tested Positive In The Village Yesterday.

કોરોના રાજકોટ LIVE:આજે એક પોઝિટિવ, ગઈકાલે ગ્રામ્યમાં 3 વર્ષનું બાળક પોઝિટિવ આવ્યા બાદ સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટથી બહારગામ ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે

રાજકોટમાં આજે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેને પગલે હાલ શહેરમાં કુલ કેસની સંખ્યા 42874 પર પહોંચી છે.ગઈકાલે 3 વર્ષનું બાળક અને 56 વર્ષીય વૃદ્ધ કોરોના પોટિવ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યાં હાલ ધોરાજીમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પરિવારના 9 સભ્યોનો ટેસ્ટ કરાયો
ગઈકાલે ધોરાજીમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા. જેમાં સૌ પ્રથમ ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં રહેતા પરિવારના 56 વર્ષીય દાદાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પરિવારના 9 સભ્યોનો ટેસ્ટ કરાયો હતો જેમાં 3 વર્ષનો પૌત્ર પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 8 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ ધોરાજીમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ ગઈ
રાજકોટથી ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોના પોઝિટીવ આવી રહ્યો છે.રાજકોટ ગ્રામ્યમાં દિવાળી પહેલા 3 નવેમ્બરે એક કેસ નોંધાયો હતો. જ્યારે દિવાળી બાદ પ્રથમ વખત 17 નવેમ્બરે એક કેસ, 21 નવેમ્બરે બે કેસ અને 24 નવેમ્બરે બે કેસ નોંધાયા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.