કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા 12, પોઝિટિવિટી રેટ હવે 2.92% સુધી પહોંચતા મનપા તંત્ર કોવિડ ગાઇડલાઇન બાબતે કડક બનશે

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શનિવારે સાંજે 2 કેસ નોંધાયા, બંને અલગ અલગ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કોરોનના 2 કેસ નોંધાયા છે. ગઇકાલે કોરોનાના વધુ 2 કેસ નોંધાતા હાલ 12 દર્દીઓ સારવારમાં છે. દરમિયાન છેલ્લા બે અઠવાડિયામાં શહેરભરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાનું નોંધાયું છે કારણ કે પોઝિટિવિટી રેટ હવે 2.92% સુધી પહોંચતા મનપા તંત્ર કોવિડ ગાઇડલાઇન બાબતે આકરા નિર્ણયો લેવા વિચારી રહ્યું છે

સાંજના 5 વાગ્યા સુધી 2 કેસ નોંધાયા
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં '0' કેસ નોંધાયા હતા અને સાંજના 5 વાગ્યા સુધી 2 કેસ નોંધાયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42,871 પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ 42,396 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજ દિન સુધીમાં 14 લાખ 64 હજાર થી વધુ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 42,871 સંક્રમીત થતા હાલ પોઝિટિવ રેટ 2.92 ટકા થયો છે. રિકવરી રેટ 98.89 ટકા એ પહોંચ્યો છે. હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે.

બંને દર્દીઓએ વેકસીનનાં બન્ને ડોઝ લીધા બાદ પણ સંક્રમિત
આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે સાંજે 2 કેસ નોંધાયા છે. જે બંને અલગ અલગ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જેમાં વોર્ડ નંબર 1 માં આવેલ શાંતિનિકેતન એવન્યુમાં રહેતા 48 વર્ષીય પુરુષ સાસણગીર ફરવા ગયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જયારે બીજા કેસમાં વોર્ડ નંબર 4 માં રહેતી 32 વર્ષીય યુવતી દ્વારકા થી પરત આવી હોવાનું સામે આવ્યું છે જેને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરવામાં આવેલ છે. બંને દર્દીઓએ વેકસીનનાં બન્ને ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

બંનેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા
આ સાથે રાજકોટ ગ્રામ્યમાં પણ ગઈકાલે સાંજે જામકંડોરણા તાલુકાના પિતા પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3 એક્ટિવ કેસ છે જે તમામ હોમ આયસોલેટ દરમિયાન ઘરે સારવાર લઇ રહયા છે. ગઈકાલે એક દિવસમાં 1029 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2 કેસ પોઝિટિવ આવતા પોઝિટિવ રેટ 0.19 % નોંધાયો છે અને અત્યારસુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14,927 પહોંચી છે.