કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં શૂન્ય કેસ,ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી સહિત 12 સંક્રમિત, 11 દર્દીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શુક્રવારે સમગ્ર રાજ્યના કેસની સરખામણી કરતા રાજકોટમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા

રાજકોટમાં આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા છે. પરંતુ રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા સતત ત્રીજા દિવસે વધી છે. ગઈકાલે ,ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી સહિત 12 નવા કેસ આવતા તંત્ર દોડતું થયું છે કારણ કે તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરીને સ્ક્રિનિંગ કરવામાં રાત સુધી મેડિકલ ઓફિસર દોડી રહ્યા છે. શુક્રવારે સમગ્ર રાજ્યના કેસની સરખામણી કરતા રાજ્યના સૌથી વધુ 12 કોરોના કેસ નોંધાયા હોવાનું જણાયું છે. જેમાંથી માત્ર એક દર્દીને બાદ કરતાં 11 દર્દીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.

54 વર્ષીય મહિલા સંક્રમિત થયા છે
રાજકોટમાં પંચવટી મેઈન રોડ પર રહેતા 74 વર્ષીય વૃદ્ધ અને 83 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જંકશન પ્લોટમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ અને વૃદ્ધા કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે. આ સિવાય રૈયા રોડ પર રહેતા 26 વર્ષીય યુવાન અને 54 વર્ષીય મહિલા સંક્રમિત થયા છે. તેઓ હાલમાં જ સાસણ ગીરથી પરત રાજકોટ આવ્યા હતા.

કુલ સંક્રમિતોની સંખ્યા 42929 થઈ
ગંગોત્રી પાર્કમાં 50 વર્ષીય મહિલા, શાંતિનિકેતનમાં 32 વર્ષીય યુવતિ, વોર્ડ નં.10ના સરદારનગરમાં 29 વર્ષીય યુવાન, સિલ્વર એવન્યુમાં હાલમાં જ અમદાવાદથી આવેલા 55 વર્ષીય મહિલા અને બાલમુકુંદ સોસાયટીમાં 64 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થયા છે.બાલમુકુંદ સોસાયટીમાં જ રહેતા અને હાલમાં જ ઓસ્ટ્રેલિયાથી આવેલી 34 વર્ષીય યુવતીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ સાથે શહેરમાં હાલ 44 એક્ટિવ કેસ થઈ ગયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 42929 થઈ છે.

ઓસ્ટ્રેલિયા ઓમિક્રોનગ્રસ્ત નથી
જે 12 પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક 32 વર્ષની યુવતી છે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઓસ્ટ્રેલિયાની છે. ઓસ્ટ્રેલિયા ઓમિક્રોનગ્રસ્ત નથી આમ છતાં જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાયાં છે. એક જ દિવસના 12 કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતા 60 હાઈ રિસ્ક અને 996 લો રિસ્ક કોન્ટેક્ટ જણાયા છે તેમાંથી 254ને શોધીને ક્વોરન્ટીન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...