કોરોના રાજકોટ LIVE:આજે 'શૂન્ય' કેસ, કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સંભાવના હોવાથી આતશબાજીનો કાર્યક્રમ યોજાશે નહીં : મેયર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આરોગ્ય કર્મચારીઓને રજા મળી છતાં બે હોસ્પિટલ અને એક મોબાઈલવાન ચાલુ

રાજકોટમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કુલ કેસની સંખ્યા 42829 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 42366 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવિટી રેટ 3.01 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 14,21,247 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 3805 નાગરિકોએ રસી લીધી છે.હાલ મેયર ડો.પ્રદિપ ડવે આતશબાજી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા કાર્યક્રમો ન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં સૌથી વધુ લોકો ઊમટી પડે છે તેવો ધનતેરસના દિવસે યોજાતા આતશબાજીનો કાર્યક્રમ કોરોનાના કારણે યોજાશે નહીં.

લોકો રજાના મૂડમાં
દશેરાને દિવસે વેક્સિનેશન બંધ રાખી આરોગ્ય કર્મચારીઓને રજા આપવામાં આવે તેવી રજૂઆત થઈ હતી. જેને લઈને ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ રહ્યુ હતુ જો કે રાજકોટ મહાનગરપાલિકાએ સદંતર રજા જાહેર કરવાને બદલે સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ અને તમામ મોબાઈલ વાન ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો. જો કે લોકો જ રજાના મૂડમાં હોવાથી રસીકરણ માત્ર 140 પર અટકી ગયુ હતું.

લાભાર્થી પહોંચ્યા જ નહીં
શહેરમાં બપોર સુધીમાં માંડ 111 જ લોકોએ રસી લીધી હતી ત્યારબાદ સાવ આવક જાવક બંધ રહી હતી. સિવિલમાં 86, પદ્મકુંવરબામાં 33 જ્યારે ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રની મોબાઈલ વાનમાં માત્ર 4 અને મોહનભાઈ સરવૈયા હોલમાં 17 જ લાભાર્થી આવ્યા હતા. 2 ખાનગી હોસ્પિટલમાં પણ 25 લોકોએ રસી મૂકાવતા રાજકોટ શહેરમાં કુલ 165 ડોઝ જ અપાયા હતા. મનપાએ તો રજામાં પણ વેક્સિનેશનની તૈયારી બતાવી હતી પણ લાભાર્થી જ પહોંચ્યા ન હતા.