કોરોના રાજકોટ LIVE:રાજકોટની નામાંકિત સ્કૂલના ધોરણ-12ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની ભારે ચર્ચા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી વધુ ફેબિફ્લૂ, નાસ લેવાના મશીન, નેબિલાઈઝર, ઓક્સિજન માસ્ક-કિટ પરત થયા

રાજકોટમાં કોરોના ખાત્મા તરફ હોય તેવું સરકારના આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસથી 0 કેસ નોંધાય રહ્યાં છે. આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા હતા. પરંતુ બપોર બાદ એક કેસ નોંધાયો છે. રાજકોટની નામાંકિત સ્કૂલના ધોરણ-12ના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યાની ભારે ચર્ચા જાગી છે. આથી શાળા દ્વારા આવતા 3 દિવસ માટે ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ઉઠી છે. ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણા સમયે જ 1 વિદ્યાર્થીને કોરોના થતા વાલીઓમાં ચિંતા ઘેરાય છે. હાલ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તપાસ કરી રહ્યાં છે.

ગત માર્ચ, એપ્રિલ અને મે માસમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દવા, સર્જિકલ પ્રોડક્ટ ખરીદી કરવા માટે લોકોનો મેડિકલ સ્ટોર્સમાં ધસારો રહ્યો હતો. રાજકોટમાં ગત જૂન અને જુલાઇ માસમાં અંદાજિત રૂ.1 કરોડની દવા અને સર્જિકલ પ્રોડક્ટ પરત થઈ હતી. જેમાં સંગ્રહ કરેલી અને વપરાશ થયા બાદ વધેલો જથ્થો બન્નેનો સમાવેશ છે. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 9176 અને 45 વર્ષથી મોટી ઉંમરના 5252 સહિત કુલ 14428 નાગરિકોએ રસી લીધી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

5798 નાગરિકોએ રસી લીધી
શહેરમાં કુલ કેસની સંખ્યા 42792 પર પહોંચી છે. તેમજ ગઇકાલે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા શૂન્ય હતી. શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3582 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2216 સહિત કુલ 5798 નાગરિકોએ રસી લીધી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

લોકો અડધા ભાવે દવા પરત લેવા કહે છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે રાજકોટના રિટેઇલર વેપારીઓ પાસે રૂ.10 કરોડની કિંમતની દવા, સર્જિકલ પ્રોડક્ટ હાલમાં સ્ટોકમાં છે. લોકોને દવા મળી જશે. ખોટી રીતે સંગ્રહ ન કરે જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીને દવા સમયસર મળી રહે. કોરોના બાદ સૌથી વધુ ફેબિફલૂ, નાસ લેવાના મશીન, નેબિલાઈઝર, ઓક્સિજન કિટ અને ઓક્સિજન માસ્ક પરત થયા છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

દવાઓ- સર્જિકલ પ્રોડક્ટ્સ જે તે સમયે ખરીદ કરવા અને પરત કરવા પાછળનાં કારણો

  • શિક્ષિત વર્ગ અને પોશ વિસ્તારમાં દવા અને સર્જિકલ વસ્તુનો સૌથી વધુ સંગ્રહ થયો છે.
  • જે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી તેનાથી સારું ન થયું તો બીજા તબીબે અન્ય દવા લખી દીધી તેની ખરીદી કરી.
  • અનેક લોકોને શરદી- ઉધરસ થયા તો કોરોના છે એવું માનીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ખરીદ કરી લીધી હતી.
  • જે લોકો દવા પરત કરી રહ્યા છે તે એવા બહાના આપે છે કે, જેની દવા લીધી હતી તે ગુજરી ગયા છે સાફ- સફાઈ કર્યા બાદ દવા અત્યારે હાથમાં આવી.
  • દવા વગર જ સાજા થઈ ગયા અથવા તો અડધો ડોઝ લીધો હતો અને રિકવરી થઇ ગઇ. હવે જરૂરિયાત નથી.
  • એક પેશન્ટની લખી દીધી હોય અને ત્યારે ઘરમાં પણ બીજા લોકો સંક્રમિત છે તેવા કારણો આપીને ડબલ દવા ખરીદ કરી.