• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'Zero' Case By Noon, 100 Per Cent Vaccination Completed In 49 Villages Of The District, Vaccination Accelerated As People Became Aware

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ, જિલ્લાના 49 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ,લોકો જાગૃત થતાં વેક્સિનેશન બન્યું વેગવંતુ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજો ડોઝ લેવા માટે 42 હજાર જેટલા લોકો વેઈટિંગમાં

રાજકોટ કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે. આજે એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં શહેરમાં 10.30 લાખ એન્ટિજન અને 2.59 લાખ RT- PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કુલ કેસની સંખ્યા 42801 પર પહોંચી છે. 42330 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 98.91 નોંધાયો છે. રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 3468 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1886 સહિત કુલ 5354 નાગરિકોએ રસી લીધી છે. કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેક્સિન છે ત્યારે રાજકોટ જિલ્લાના 49 ગામો એવા છે કે, જ્યાં તમામ એટલે કે 100 ટકા લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે.

100 ટકા વેક્સિનેશનવાળા રાજકોટ જિલ્લાના આ 49 ગામ
છત્રાસા, પડવલા, જામવાડી GIDC, ઢોકળિયા, નાનામહિકા, ધરાળા, મેટોડા ગામ, સૂકી, બાલાપર, માત્રાવડ, નવાજામદાદર, સાજડિયાળી, થોરાળા, મેઘાવડ, નાના દુધીવદર, ઉમટવીડ, પીપરડી, ખારચિયા-A, રણજીતગઢ, ખડકાલા, પારેવાલા- K, પ્રતાપપુર, અમરાપર, સારતંગપર, ભેડાપીપળિયા, રૂપાવટી- B, લુણાગરા, રામપરા, નવી સાંકળી, થોરાળા- K, પ્રેમગઢ, રાજગઢ, જસવંતપુર, રાવકી, પીપળિયા પાળ, ભંગડા, દહિસરા, ઉકરાડા, જોધપર(છલ્લા), વાજડીગઢ, ધૂણાનું ગામ, વચલીઘોડી, નારણકા, બામણબોર, રંગપર, અમરેલી, ઈશ્વરિયા-S, સુવાગ, કેરાળા-S

બીજો ડોઝ લેવા માટે 42 હજાર જેટલા લોકો વેઈટિંગમાં
કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેક્સિન છે ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના 49 ગામો એવા છે કે, જ્યાં તમામ એટલે કે 100 ટકા લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે. જોકે જિલ્લામાં વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે 42 હજાર જેટલા લોકો વેઈટિંગમાં છે.

માત્ર 20 ટકા લોકોને જ બીજો ડોઝ મળ્યો છે
જિલ્લામાં કુલ 10.07 લાખ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે. જેમાંથી અત્યાર સુધીમાં 7.93 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે જિલ્લામાં 75 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. તેમાં પણ 49 ગામો એવા છે જ્યાં 100 ટકા પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે રસીનો બીજો ડોઝ લેનાર લોકોનો આંક ઘણો નીચો છે. અત્યાર સુધીમાં 2.12 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો છે. સીધી રીતે જોઈએ તો માત્ર 20 ટકા લોકોને જ બીજો ડોઝ મળ્યો છે. બીજી તરફ જિલ્લામાં 42 હજાર જેટલા લોકો એવા છે જેને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી મળ્યો નથી.