મોરબી:સીરામીક કારખાનામાં કામ કરતા ઝારખંડના ટેકનોસેવી વર્કરે વતન પહોંચી વહીવટી તંત્રની મદદનો આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિરામીક ઉદ્યોગમાં કામ કરતા ટેકનોસેવી વતન પહોંચ્યા (ફાઇલ તસવીર) - Divya Bhaskar
સિરામીક ઉદ્યોગમાં કામ કરતા ટેકનોસેવી વતન પહોંચ્યા (ફાઇલ તસવીર)
  • ટ્વીટમાં લખ્યું ‘બહુત બહુત શુક્રિયા આપ લોગો કા... હમકો ઘર જાને મેં આપ લોગોને બહુત સહયોગ કિયા’

ધરતીનો છેડો ઘર... હાલના કપરા કાળમાં સૌ કોઇ પોતાના ઘર તરફ દોટ લગાવી રહ્યું છે. ત્યારે મોરબીમાં કામ કરતાં મૂળ ઝારખંડના શ્રમિકે ઘરે પહોંચ્યા બાદ પોતાના વતન પહોંચવામાં મદદરૂપ થનારા મોરબી જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગનો આભાર માની, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. મૂળ ઝારખંડના અને હાલ મોરબીમાં રહેતા ગુલામ અન્સારી નામના પરપ્રાંતીય શ્રમિકે પોતાના વતન પરત ફર્યા બાદ ટ્વિટરના માધ્યમથી સમગ્ર મોરબી જિલ્લા વહિવટીતંત્ર તેમજ પોલીસતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અંસારીએ ટ્વિટર પર મોરબી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાને ટેગ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ ટ્વિટરના માધ્યમથી તેની આ લાગણી સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.

દેશનાં વિવિધ રાજ્યોમાંથી કારીગરો અને શ્રમિકો અહીં આવીને વસ્યા છે

મોરબી જિલ્લો સમગ્ર દેશ-દુનિયામાં સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. એટલે સ્વાભાવિક રીતે અહીં દેશનાં વિવિધ રાજ્યોમાંથી કારીગરો અને શ્રમિકો અહીં આવીને વસ્યા છે. દરમિયાન કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં પરપ્રાંતીય શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય રેલવે તંત્રની મદદથી પોત પોતાના વતન જવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકોને તેમજ તેમનાં બાળકો, વડીલો કે મહિલાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના તેમના વતન પહોંચી શકે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પરિણામે, મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને અત્યાર સુધી અહીં કાર્યરત શ્રમિકોએ તેમના વતન પહોંચી દિલથી સમગ્ર તંત્રનો આભાર માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...