તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:ગોંડલમાં યુવાનના જનાજામાં હજારો લોકો ઉમટ્યા,સો.ડિસ્ટન્સનો છડેચોક ભંગ,ગુનો દાખલ

ગોંડલ10 દિવસ પહેલા
  • પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર સ્થળો પર ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગોંડલમાં યુવાનના જનાજામાં હજારો લોકો ઉમટ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ થયો હતો. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના ભાઇ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ગઈકાલે ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા અકસ્માતમાં નિધન થયું હતું. મૃતક રફિક બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજી લહેરને ખુલ્લે આમ આમંત્રણ
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રફિકભાઈ સગા સ્નેહી મિત્રો ના દુઃખમાં સહભાગી બની આવ્યા હતા. જેમાં સંખ્યા વધતા અંતિમવિધિમાં લોકો ઉમટ્યા હતા. જો આમ જ રહ્યું તો અચૂક પણે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જલ્દી પેસી જશે.

અન્ય સમાચારો પણ છે...