તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપમાં ભંગાણ:રાજકોટ આપની યુવા ટીમમાં સાવરણો ફર્યો, શહેર યુવા પ્રમુખ સહિત 300થી વધુ કાર્યકરોના એકસાથે રાજીનામા

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ.
  • પાર્ટીમાં યુવાનોની અવગણના અને માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી કોંગ્રેસને ફટકો આપનાર આમ આદમી પાર્ટી રાજકોટમાં મોટુ ભંગાણ થયું છે. આજે શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, સેન્ટ્રલ ઝોન પ્રભારી ઇન્દુભા રાઓલ, શહેર મહામંત્રી દિવ્યકાંત કગરાણા સહિત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. રાજીનામા આપવા પાછળનું કારણ પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાનું જણાવ્યું છે.

પ્રદેશ પ્રમુખને વારંવાર રજુઆત કરી હતી
યુવા પ્રમુખ દેવાંગ માકડે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને આપની વિચારધારાથી યુવા રાજનીતિને આગળ વધારવા આપ સાથે અમે તમામ લોકો જોડાયા હતા. પરંતુ પાર્ટીમાં યુવાનોનો માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ યુવાનોની અવગણના થતી હતી. આ અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને યુવાનોની અવગણના બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા અમે તમામ લોકોએ એકસાથે મળી રાજીનામું ધરી દીધું છે.

હજારો કાર્યકર્તાઓની લાગણીને ઠેંસ પહોચાડી
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલે જણાવ્યું હતું કે, અમુક ચોક્કસ લોકોને પોતાની અતિ મહત્વકાંક્ષાને સંતોષ ન મળતા પાર્ટીમાં અકળામણ અનુભવી રહ્યાં હતા. કાર્યકર્તાઓનાં કોઈ પણ પ્રશ્નો સાથે આ લોકોને કોઈ લેવા દેવા નથી. ફક્ત પોતાની મહત્વકાંક્ષા અને સ્વાર્થ જ છે. આમ આદમી પાર્ટીએ પોલિટિકલ પાર્ટી ઓછી ને આંદોલન વધારે છે અને આંદોલનમાં સતત લોકોહિત માટે સંઘર્ષ કરવા પડે જે આવા લોકોને અનુકૂળ નહોતું આવી રહ્યું. રાજકોટમાં નિઃસ્વાર્થ કાર્ય કરી રહેલા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓની લાગણીને ઠેંસ પહોચાડી છે. જેનો ન્યાય કુદરત જરૂર કરશે.

મહિલા કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા.
મહિલા કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા.

રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો
રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ જંગ વચ્ચે કોંગ્રેસના કમિટેડ વોટ તોડી આપે ભાજપને સીધી રીતે ફાયદો કરાવ્યો હતો. મનપાની ચૂંટણીમાં તમામ 72 બેઠક પર આપના ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં આપના ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવારોના મત તોડ્યા હતા. ભાજપને 68 અને કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી. જ્યારે આપ એક પણ બેઠક મેળવવામાં સફળ થયુ ન હતું. પરંતુ કેટલીક બેઠક પર સામાન્ય મતોથી આપના ઉમેદવારો પાછળ રહ્યાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો