તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-મેમો રદ કરો:રાજકોટમાં ઈ-મેમો અને ઈ-ચલણ બંધ કરવા યુવા લોયર્સ એસો.એ કોર્ટમાં જાહેર સમન્સની અરજી દાખલ કરી

રાજકોટ3 મહિનો પહેલા
એડવોકેટ કે.ડી.શાહ
  • રાજકોટના લોકોને પક્ષકાર તરીકે જોડવા વકીલોની અપીલ
  • કેમેરાથી દંડ વસૂલ કરવા ઇ-મેમો ઇસ્યુ કરવા પોલીસને સત્તા કે અધિકાર નથી

રાજકોટ યુવા લોયર્સ એસોસિયેશન દ્વારા આજે ફરી સિનિયર સિવિલ જજ એસ.જે.પંચાલ સાહેબની કોર્ટમાં રાજકોટની જનતાને આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણ ગેરલાયક ઠરાવવા રિપ્રેઝન્ટેટિવ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. જેમાં વધુને વધુ લોકો જોડાય તે માટે યુવા લોયર્સ એસોસિએશન દ્વારા રાજકોટની જનતાને અપીલ કરવામાં આવી રહી છે.

CCTV કેમેરાઓનો ઉપયોગ પ્રજાજનોની વિરૂદ્ધ કરાય છે
રાજકોટ અને ગુજરાતના રાજમાર્ગો પર લગાડવામાં આવેલા CCTV કેમેરાઓનો ઉપયોગ પોલીસ દ્વારા વાહનચાલકો અને પ્રજાજનોની વિરૂદ્ધ કરવામાં આવતો હોવાનો દાવો 4 દિવસ પહેલા રાજકોટ કોર્ટમાં યુવા લોયર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે તેઓનો દાવો છે કે, હકીકતે CCTV કેમેરા નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો.

રાજકોટ યુવા લોર્યર્સ કોર્ટમાં ફોજદારી દાખલ કરી
રાજકોટ યુવા લોર્યર્સ કોર્ટમાં ફોજદારી દાખલ કરી

વધુને વધુ લોકો જોડાય તેવી જાહેર જનતાને અપીલ
રાજકોટ શહેરની જનતાને પોલીસ અને મનપા દ્વારા આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણ ગેરલાયક ઠરાવવા યુવા લોયર્સ એસોસિએશન લડત ચલાવી રહ્યું છે. રાજકોટના એડવોકેટ કે.ડી.શાહ એ જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણને ગેરલાયક ઠરાવવા રીપ્રેઝન્ટેટિવ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. આ સાથે પક્ષકાર તરીકે વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ જાહેર જનતાને કરવામાં આવી છે.

વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ જાહેર જનતાને કરવામાં આવી
વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ જાહેર જનતાને કરવામાં આવી

રાજકોટની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ
આ અંગે યુવા લોયર્સ એસો. દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રાજકોટના યુવા લોયર્સના કન્વીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રિય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલા અલગ અલગ ઈ-મેમો (ટ્રાફિક વાયોલેશન નોટિસ) રદ કરવા માટે રાજકોટની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અદાલતે ફરિયાદ રજીસ્ટરે લઈ (1) કમીશનર ઓફ પોલીસ રાજકોટ (2) આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) (3) કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીને નોટિસ પાઠવી અદાલતમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેમાં એ.સી.પી. ટ્રાફિક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ રજૂ કરવામાં આવ્યો છે અને જે અંગે આગળ કોર્ટ કાર્યવાહી માટે અદાલતમાં કેસ પેન્ડિંગ છે.