ભરતી મુદ્દે આંદોલન:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોના ઈન્ટરવ્યૂમાં અનામત મુદ્દે યુથ કોંગ્રેસના કુલપતિ ઓફિસમાં ધરણા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુથ કુલપતિ કાર્યાલયમાં ધરણા પર ઉતરેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ - Divya Bhaskar
યુથ કુલપતિ કાર્યાલયમાં ધરણા પર ઉતરેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ
  • યુથ કોંગ્રેસના કાર્યકરો ધરણા કરતાં પોલીસે તમામની અટકાયત કરી
  • ભરતીમાં લાગતા વળગતાઓને ગોઠવવાની પેરવી તેમજ અનામત નીતિનો છેદ ઉડાવવા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 જૂનથી કરારી અધ્યાપકોના ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવનાર છે. જેમાં લાગતા વળગતાઓને ગોઠવવાની પેરવી તેમજ અનામત નીતિનો છેદ ઉડાવવા સામે યુવક કોંગ્રેસે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ કાર્યાલય સામે ધરણા આંદોલન કરી આ અંગે યુવા આગેવાન ડો.રાજદીપસિંહ જાડેજા દ્વારા કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

પોલીસે યુથ કોંગ્રેસના 8 હોદ્દેદારોની અટકાયત કરી
યુવક કોંગ્રેસના આ ધરણા આંદોલન દરમિયાન પોલીસ દ્વારા પોલીસે ધસી આવી યુવા આગેવાન સર્વ ડો. રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ, રવિભાઈ જીતીયા, નરેન્દ્ર સોલંકી, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપ ચાવડા, યશપાલ ચાવડા, ભાગ્યરાજભાઈ સહિતના 8 હોદ્દેદારોની અટકાયત કરી હતી.

યુવક કોંગ્રેસે કાર્યકારી કુલપતિને રજૂઆત કરી
યુવક કોંગ્રેસે કાર્યકારી કુલપતિને રજૂઆત કરી

કાર્યકારી કુલપતિ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
આ અંગે ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ ભ્રષ્ટાચાર, ગેરરીતિ આચરી કરારી અધ્યાપકોની ભરતીમાં લાગતા વળગતાઓને ગોઠવવાની પેરવી કરી છે. જે ચલાવી લેવામાં આવશે નહીં. આ ભરતીમાં અનામત નીતિનો છેદ ઉડાડી એસસી-એસટી ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ ભરતી પ્રક્રિયામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને બોલાવવાના બદલે માત્ર જૂજ ઉમેદવારોને જ બોલાવવામાં આવનાર છે જે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...