તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નોકરી જતી રહેતા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો, મોરબી રોડ પર આવેલા રેલવે ફાટક નં.120 પાસે બનાવ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની મહામારીને કારણે કામધંધા ઠપ થઇ જવાથી અનેક લોકોએ નોકરી ગુમાવી છે. લોકડાઉનને કારણે નોકરીમાંથી છૂટા કરાયા બાદ ચિંતિત યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો છે.મોરબી રોડ, જકાતનાકા પાસે બારદાન ગલી પાસે આવેલા રેલવે ફાટક નં.120 નજીક રેલવે ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેન હેઠળ એક યુવાને પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

તપાસ કરતા મૃતક યુવાનના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં હું મરી જાઉ છું, કોઇનો વાંક નથી, મારી ડેડબોડી આ મોબાઇલ નંબર પર ફોન કરી પહોંચાડી દેજો. સ્યૂસાઇડ નોટના અંતમાં ત્રણ મોબાઇલ નંબર લખ્યા હતા. જે નંબરના આધારે તપાસ કરતા મૃતક યુવાન રૈયારોડ, નરસિંહ મહેતા ઉદ્યાન પાસે આવેલા રાજીવનગરમાં રહેતો તેજસ જયેશભાઇ ચુડાસમા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતા મૃતક યુવાનના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેજસ પરિણીત હતો. તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. તેજસ અગાઉ ભારત બેન્ઝ નામના શો-રૂમમાં નોકરી કરતો હતો. પરંતુ લોકડાઉનને કારણે તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવતા તે સતત ચિંતિત રહ્યા કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો