તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીલ પાવર:35થી વધુ વયના લોકોનો યુવા સંગઠનમાં સમાવેશ નહિ, 20 દિવસ પહેલા બનેલા રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા (ડાબી બાજુ) અને મહામંત્રી હિરેન રાવલ (જમણી બાજુ).
  • સી.આર.પાટીલના વધુ એક નિર્ણયથી કાર્યકર્તાઓમાં નારાજગી

આજે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. 35 કે તેથી વધુ વયના લોકોને યુવા સંગઠન ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જો હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા પ્રદેશ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે આજે રાજકોટ શહેર યુવા ભાજપના બન્ને હોદેદારોએ રાજીનામાં આપ્યા છે. જોકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના વધુ એક નિર્ણયના કારણે ક્યાંકને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

પ્રદેશનો નિર્ણય શિરોમાન્યઃ પૃથ્વીસિંહ
રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપનાર પૃથ્વીસિંહ વાળાએ Divya Bhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી તેઓ યુવા ભાજપ ટીમમાં કામ કરી રહ્યા છે અને તાજેતરમાં 29 મેના રોજ શહેર ભાજપ દ્વારા યુવા ભાજપના પ્રમુખ, ઉપ પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ પ્રદેશના આદેશ મુજબ વય મર્યાદાના કારણે તેઓએ રાજીનામુ આપવું પડ્યું છે. પૃથ્વીસિંહએ જણાવ્યું હતું કે, તેઓની ઉંમર 37 વર્ષની છે અને 35 કે તેથી વધુ ઉંમર ધરાવતા હોદેદારોને હોદા પરથી રાજીનામું આપવા નિર્ણય કરાયો છે. માટે તેઓએ પ્રદેશના નિર્ણયને શિરોમાન્ય ગણી પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું આપ્યું છે.

20 દિવસ પહેલા જ બંનેની વરણી થઈ હતી.
20 દિવસ પહેલા જ બંનેની વરણી થઈ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પણ કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક બાદ એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પણ વયમર્યાદા અને ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટાતા પ્રતિનિધિને ટિકિટ ન આપવા નિર્ણય કર્યો હતો. ત્યારે પણ પક્ષમાં નારાજગી જોવા મળી હતી. આવી જ રીતે હવે યુવા ભાજપમાં 35 વર્ષથી વધુ ઉંમરના હોદ્દેદારો ન રાખવાના નિર્ણયથી પણ ક્યાંક હોદ્દેદારો અને કાર્યકર્તામાં નારાજગી જરૂર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...