તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:રાજકોટમાં ‘અમારા રૂપિયા જોઇ તારા માવતરે અમને પધરાવી, તારા જેવી મારી પાસે ઘણી’, કહી M.sc પત્નીને પતિનો ત્રાસ, સાસુ લાકડીથી ફટકારતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • સાસરીયાવાળા કહેતા તું કાળી, ભિખારણની દીકરી છો, અમારા સ્ટેટસ મુજબ તારા બાપાએ માન સન્માન જાળવ્યું નથી

રાજકોટમાં પરિણીતાને સાસરીયાવાળા ત્રાસ આપતા હોય તેવા કિસ્સા રોજબરોજ સામે આવે છે. પરંતુ વેલ એજ્યકેટેડ પરિવારમાં આવો કિસ્સો બને તો આ બાબત શરમજનક કહેવાય. રાજકોટમાં M.sc સુધી ભણેલી પરિણીતાને તેનો પતિ અમારા રૂપિયા જોઇ તારા માવતરે અમને પધરાવી દીધી, તારા જેવી તો રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં ઘણી છે, હવે ફોન ન કરતી કહી પતિ માનસિક રીતે ત્રાસ આપતો હતો. સાસુ લાકડીથી ફટકારતા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસે સાસરીયાવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી
મહિલા પોલીસે ત્રણ વર્ષથી રાજકોટ નાના મવા રોડ રાજનગર સામે શાસ્ત્રીનગરમાં પિતાના ઘરે રહેતી ચૈતાલીબેન ભરત મકવાણાની ફરિયાદ પરથી ભાવનગર RTO સર્કલ પાસે શાસ્ત્રીનગર-5માં રહેતાં પતિ ભરત દિલીપભાઇ મકવાણા, સસરા દિલીપભાઇ પ્રેમજીભાઇ મકવાણા, સાસુ હંસાબેન, નણંદ ગીતાબેન ભુપતભાઇ ચૌહાણ, જ્યોતિબેન જયેશભાઇ પરમાર અને આરાધનાબેન કુશાગ્રભાઇ સોની સામે IPC 498 (ક), 323, 504, 114 મુજબ ગુનો નોંધ્યો છે.

પાંચ વર્ષ પહેલા જ્ઞાતિના રીત-રિવાજથી લગ્ન થયા હતા
ચૈતાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન પાંચ વર્ષ પહેલા ભાવનગરના ભરત સાથે જ્ઞાતિના રિવાજ મુજબ રાજકોટ મોટેલ ધ વિલેજ ખાતે થયા છે. અમારે સંતાન નથી. મેં M.sc સુધી અભ્યાસ કર્યો છે. હાલ પિતા, ભાઇ-ભાભી સાથે રહું છું. લગ્ન બાદ ભાવનગર સાસુ, સસરા, નણંદ પાસે રહેતી હતી. એક નણંદ જ્યોતિબેન રિસામણે હતાં. બીજા ગાંધીનગર અને ત્રીજા આરાધનાબેન કેનેડા રહેતા હતા.

સાસુ અને નણંદો ભિખારણની દિકરી છો તેમ કહેતા
લગ્ન બાદ પંદરેક દિવસ પછી હું અને પતિ યુરોપ ફરવા ગયા હતાં. ભાવનગરમાં સસરાને પ્લાસ્ટિકના મોટા કારખાના છે. મારા પતિ પણ ત્યાં બેસતાં. મને શરૂઆતના બે મહિના સારી રીતે રાખી હતી. બાદમાં નણંદોની ચઢામણી અને કાન ભંભેરણીથી સાસુ નણંદોએ તને સાડી પહેરતા નથી આવડતું, રસોઇ નથી આવડતી, તું કાળી છો, ભિખારણની દિકરી છો, અમારા સ્ટેટસ મુજબ તારા બાપાને માન સન્માન જાળવ્યું નથી. અમારા રૂપિયા જોઇને દીકરી આપી દીધી છે તેવા શબ્દો બોલી ત્રાસ શરૂ કર્યો હતો.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.

નણંદના લગ્નમાં મારા માતા-પિતાનું સાસુએ અપમાન કર્યુ હતું
મારા સાસુનું ઘરમાં વધુ ચાલતું. સસરાને અને પતિને હું ફરિયાદ કરુ તો સાસુનું ખેંચતા. મારા નણંદ આરાધનાના લગ્ન હોય મારા માતા-પિતાનું સાસુએ અપમાન કર્યુ હતું. નણંદો સાથે સાસુ ફોનમાં વાત કરતા અને તેની ચઢામણીથી મને સતત મેણાટોણા મારતાં હતાં. પણ હું બધુ સહન કરતી હતી. 2017માં મારા કાકા ખીહરીયું દેવા આવ્યા તો તેને પણ મારા સાસુ અને નણંદે આને કંઇ આવડતું નથી, અમારા પૈસા જોઇને તમે દીકરી પધરાવી દીધી છે કહી મારા કાકાનું અપમાન કર્યુ હતું.

સંસ્કાર વગરની કહી સાસુએ લાકડીથી માર માર્યો હતો
લગ્ન બાદ મારી પ્રથમ દિવાળી હોય એ દિવસે મોડુ ઉઠાય જતાં મહેમાનોની હાજરીમાં મને સંસ્કાર વગરની કહી સાસુએ લાકડીથી માર માર્યો હતો. કારખાને જવા માટે મને ગાડી શીખવાડાય હતી. એક વખત ટ્રાફિકમાં ગાડી ન ચાલતાં મેં મારા સસરાને ચલાવવાનું કહેતાં સસરાએ ઘરે આવી વાત કરતાં સાસુએ ઝઘડો કર્યો હતો.