• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'Your Husband Does Not Earn Anything, You Will Not Get Any Right', Said The Pregnant Daughter in law Was Thrown Out Of The House.

ભાસ્કર વિશેષ:‘તારો પતિ કંઇ કમાતો નથી, તને કોઇ હક્કહિસ્સો નહિ મળે’, કહી સગર્ભા પુત્રવધૂને ઘરેથી કાઢી મૂકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આઠ મહિનાથી પુત્રી સાથે બહેનના ઘરે રહેતી પરિણીતાએ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ

પુત્રવધૂને ઘરકામ કે દહેજ મુદ્દે સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં પુનિતનગર સોસાયટી-10માં છેલ્લા આઠ મહિનાથી પુત્રી સાથે બહેનના ઘરે રહેતી વનિતા નામની પરીણીતાએ મવડીના શક્તિનગર-2માં રહેતા પતિ અમિત, સસરા ગોવિંદભાઇ જદુરામ દાણીધારિયા, સાસુ ગીતાબેન, જેઠ કમલભાઇ, જેઠાણી માલતીબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ મુજબ, ગોવિંદ સાથે 2021માં તેના લગ્ન થયા છે. હાલ સંતાનમાં 3 મહિનાની પુત્રી છે. પતિ ગોવિંદના આ બીજા લગ્ન છે. અગાઉ પત્ની સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા લીધા હતા. જ્યારે પોતાના આ બીજા લગ્ન છે. લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ પોતાના પર શંકા કરી ઘરની બહાર જવા આવવા દેતા ન હતા અને ઝઘડો કરતા હતા.

એટલું જ નહિ પોતાને પિયર પણ જવા દેતા નહિ. રાશનકાર્ડમાં પોતાનું નામ ચડાવવા માટે પિતાના ઘરેથી દાખલો મગાવ્યો હોય સાસુ-સસરાને નહિ ગમતા તેમને ઝઘડો કરી તારા મા-બાપ અહીં આવવા ન જોઇએ, પિયરમાંથી કંઇ મગાવતી નહિ તું અનાથ છો તેમ કહી મેણાં મારતા હતા. સાસુ-સસરા, જેઠ-જેઠાણીના રોજના ઝઘડાને કારણે નજીકમાં જ મકાન ભાડે રાખી રહેતા હતા. ત્યાં જેઠાણી માલતીબેન આવી ઝઘડો કરી કહેતા કે તને ઘરમાં કોઇ હક્ક હિસ્સો નહિ મળે, તારો ઘરવાળો કાંઇ કમાતો નથી. આ સમયે પોતે સગર્ભા હોવા છતાં પતિ પોતાને માર મારી કાઢી મૂકતા પોતે પિયરમાં આવી ગઇ હતી.

ત્યારે પોતે સાસરિયાઓને ફોન કરતી તો તારે અહીં ફોન ન કરવો, તારે જેમ કરવું હોય તેમ કર તેમ કહી મારો નંબર બ્લોક કરી દીધો હતો. બાદમાં પોતે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ પછી સાસરિયાઓ જોવા આવ્યા ન હતા. પતિ દારૂ પીને પોતાના પિયરમાં આવી પોતાની સાથે અને પિતા સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહેતા હોય પોલીસમાં અરજી કરી હતી. જે અરજી બાદ પોલીસે કાઉન્સેલિંગ પણ કર્યું હતું, પરંતુ અવારનવાર ઝઘડો કરી ધમકીઓ દેતા હોય સાસરે જવાને બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ અમીતે તેની પ્રથમ પત્ની સાથે જે રીતે વર્તન કર્યું હતું તે જ રીતે પરિણિતા વનીતા સાથે કૃત્ય આચરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ બેકાર હોવાના કારણે સાસરિયાંઓ પણ તેને છાવરતા હતા. જે અંગે સાસરિયાંઓને વાત કરતા તેઓ પતિનું ઉપરાણું લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...