ત્રિપાંખિયો જંગ:આપનો ડોર ટુ ડોર પ્રચાર, ભાજપના ઉત્સાહી કાર્યકરો ઉમેદવારોની રાહમાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની બે બેઠક પર આપે ઉમેદવાર જાહેર કરી પ્રચાર શરૂ કર્યો
  • અમુક કાર્યકરો​​​​​​​ ઝનૂનથી કામ કરશે કે કેમ? ભાજપ માટે મૂંઝવતો સવાલ

દરેક ચૂંટણીમાં મતદારો સુધી પહેલા પહોંચવા અને મતદારોને પોતાની તરફ આકર્ષવા અવનવા પ્રયોગો કરવામાં ભાજપ અત્યાર સુધી અવ્વલ નંબરે રહ્યું છે, પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે અને તેમાં ઉમેદવાર જાહેર કરવામાં તેમજ પ્રચારમાં આ વખતે આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું છે. ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવાર જાહેર થવાની રાહ જોઇ રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર નથી થઇ ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની બે યાદી જાહેર કરી ચૂક્યું છે, જેમાં રાજકોટની પણ બે બેઠક વિધાનસભા 70 અને રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર જાહેર કરી દીધા છે, 70 વિધાનસભાના ઉમેદવાર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર વશરામ સાગઠિયાએ પોતાના મતક્ષેત્રમાં પ્રચાર શરૂ કરી દીધો છે, ડોર ટુ ડોર પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે, આપના આ બંને બેઠકના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે, ભાજપ ઉમેદવાર જાહેર કરશે ત્યાં સુધીમાં તો આપ એક એક મતદાર સુધી પહોંચી જશે અને પ્રચારની કામગીરી પૂરી થઇ જશે.

ભાજપ પાસે પેજ પ્રમુખની ફોજ છે, અને ભાજપના પાર્ટીના કાર્યક્રમોનો સિલસિલો યથાવત છે, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરી હજુ કાર્યકર્તા લેવલે શરૂ થઇ નથી, નો રિપીટ થિયરી, વયમર્યાદા સહિતના ધારાધોરણ મુજબ કોને ટિકિટ મળશે અને કોની કપાશે તેના પર સહુની મીટ છે ત્યારે કાર્યકર્તાઓ પણ કોણ ઉમેદવાર જાહેર થાય છે તેની રાહમાં છે, ચાલુ ધારાસભ્યને કાપવામાં આવે તો તેના જૂથના કાર્યકર્તાઓ ઝનૂનથી કામ કરશે કે કેમ તે પ્રશ્ન પણ ભાજપને સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...