તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પ્રેમી સાથે ભાગ્યા બાદ દગો દેતા નારીગૃહમાં રહેતી યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • યુવતીને તેના પ્રેમીએ દગો દેતા આપઘાત કર્યાનું પરિવારજનોએ પોલીસને કહેતા આરોપી સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો

જે પ્રેમી માટે પરિવારજનોને વેરી બનાવ્યા હતા તે ટંકારાની યુવતીને પ્રેમીએ તરછોડી દીધી હતી, પ્રેમીના દગાનો ભોગ બનેલી યુવતી પરત માતાપિતા પાસે જવા ઇચ્છતી હતી, પરંતુ પરિવારજનોએ સ્વીકારવાની ના કહેતા રાજકોટના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી હતી, પ્રેમી અને પરિવારજનોથી ઉપેક્ષિત થયેલી યુવતીએ અંતે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. રાજકોટના યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ હોટેલની સામે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દક્ષા રામજીભાઇ ચૌહાણે (ઉ.વ.22) રવિવારે બપોરે નારી સંરક્ષણ ગૃહના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટંકારાની વતની દક્ષા ચૌહાણને પ્રેમજાળમાં ફસાવી તેનો પ્રેમી ટંકારાથી ભગાડી ગયો હતો. ઘરેથી લાપતા બનેલી યુવતીના ગુમ થયા અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી, દરમિયાન ગત તા.24 માર્ચે યુવતી રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી, યુવતીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે પ્રેમી સાથે ભાગી હતી પરંતુ પ્રેમીએ દગો કરી છોડી દેતા પોતાની હાલત કફોડી બની હતી. પોલીસે યુવતીના પરિવારજનોને જાણ કરી હતી પરંતુ પ્રેમી સાથે ભાગેલી દક્ષાનો સ્વીકાર કરવાનો પરિવારજનોઅે ઇનકાર કરી દેતા દક્ષાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઇ હતી. આપઘાતની આ ઘટનામાં યુવતીના પરિવારજનોએ દ્વારકામાં રહેતાં પ્રદિપસિંહ નામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી દગો કર્યાનું પોલીસ સમક્ષ નિવેદન આપતાં પોલીસે આરોપી સામે યુવતીને મરવા માટે મજબુર કરવા અંગેની આઇપીસી કલમ 306 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો