તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવીન સ્ટાર્ટઅપ:યુવાનો સમાજની સમસ્યા શોધે અને તેને નિવારવા સ્ટાર્ટઅપ કરે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત ઓનલાઇન વેબિનારમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત ઓનલાઇન વેબિનારમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
  • યુનિવર્સિટીના વેબિનારમાં દેશ-વિદેશના એક્સપર્ટે વિદ્યાર્થીઓને આપી ટિપ્સ

યુવાનોને ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રમાં તેમની રુચિ વિકસાવવા અને પ્રેરણા આપવા માટે એસએસઆઈપી સેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘ઇનોવેશન એન્ડ ટેક્નોલોજિકલ સ્ટાર્ટઅપ ઇન ધી કરંટ ક્રાઇસિસ ઓફ કોવિડ પેન્ડેમિક’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશના રિસર્ચ એક્સપર્ટ જોડાયા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વાયુસેનાના ભૂતપૂર્વ ટેક્નોક્રાફ્ટ સીલમ રંગા રેડ્ડીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, અત્યારે સમાજમાં જે સમસ્યાઓ પ્રવર્તી રહી છે તેને શોધી તેનું સોલ્યુશન કરો તો તમને નવું સ્ટાર્ટઅપ મળી શકે. અને હાલ જે કોરોનાની પરિસ્થતિમાં ટેક્નોલોજીનો જે રોલ છે તે ઘણા બધા સ્ટાર્ટઅપને આભારી છે.

તેમણે કોઈ વિચાર આવે અને તમે તેને પ્રોડક્ટ સુધી પહોંચાડવા માગતા હોય તો ભારત સરકાર અને રાજ્ય સરકારમાં ગ્રાન્ટનું પ્રોવિઝન છે. તમારું સ્ટાર્ટઅપ સારું છે પણ તમારી પાસે પૈસા નથી તો તમને ઇન્વેસ્ટર પણ મળી શકે છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટી, અમેરિકાના સંશોધક હર્ષલ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના કુલ સ્ટાર્ટઅપમાં 80 ટકા સ્ટાર્ટઅપનો બેઝ ટેક્નોલોજી છે. કોઈપણ નાનો વિચાર છે તેને મોટી પ્રોડક્ટ સુધી પહોંચાડી શકો છો.

તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વિના પણ કમાણી પણ કરી શકો છો અને સમાજમાં યોગદાન પણ આપી શકો છો. તેમણે દેશ-દુનિયાના સ્ટાર્ટઅપના ઉદાહરણ પણ આપ્યા હતા. દેશ હાલ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે નવી ટેક્નોલોજીની જરૂરિયાત છે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે નવીન તબીબી ઉપકરણોની સહાયથી દેશના લાખો લોકોને સહાય મળી રહે એ માટે આ વેબિનાર થકી લોકોને ઈ-કોમર્સનો ઉપયોગ કરવા તેમજ નવીન સ્ટાર્ટઅપને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે માર્ગદર્શકરૂપ સાબિત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...