તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો સર્વે:હવે લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી, સૌથી વધુ કિશોરો અને યુવાનો શિકાર બન્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સ્માર્ટ ફોનનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકસાનકારક

ફોબિયા એટલે મનોવિજ્ઞાનમાં ખોટા ભય તરીકે ઓળખવામાં આવે છે. નો મોબાઇલ ફોન ફોબિયા એટલે કે ‘નોમોફોબિયા’. જેમાં વ્યક્તિ પાસે પોતાનો ફોન ન હોય ત્યારે લાગતો ડર. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમી અને ડો.ધારા આર.દોશીના મતે લગભગ આજ મોટાભાગની વ્યક્તિ વતે ઓછે અંશે આ ફોબિયાનો શિકાર બની છે. જેમાં સૌથી વધુ કિશોરો અને યુવાઓનો સમાવેશ થાય છે.

સ્ત્રી અને પુરુષમાં આ બાબત સમાંતર
આ સર્વેમાં 74% કિશોરો અને યુવાનોએ જણાવ્યું કે, અમે મોબાઈલ વગર તીવ્ર બેચેની અનુભવીએ છીએ. 27% પ્રૌઢે જણાવ્યું કે મોબાઈલ વગર બેચેની અનુભવીએ છીએ અને 18% 55થી વધુ ઉંમરના લોકોએ કહ્યું કે અમે મોબાઈલ વગર બેચેની અનુભવીએ છીએ. 89% યુવાનોએ જણાવ્યું કે સવારે જાગીને પહેલું કામ મોબાઈલમાં સોશિયલ મીડિયા ચેક કરવાનું કરીએ છીએ. 36% પ્રૌઢે જણાવ્યું કે નીંદર ઉડતા જ મોબાઈલ હાથમા લે છે, જ્યારે 13% 55થી વધુ ઉંમરના લોકોએ સ્વીકાર્યું કે મોબાઈલ જાગતા જ હાથમા લઈએ છીએ. સ્ત્રી અને પુરુષમાં આ બાબત સમાંતર છે.

માણસોની સંખ્યા કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ
આધુનિક યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જરૂરી થઇ ગયો છે. માણસોની સંખ્યા કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે તેમ કહેવામાં કંઈ ખોટું નથી. આપણા પરિવાર કે આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિઓ પાસે મોબાઇલ ફોન હોય જ છે. આવા સ્માર્ટ ફોનના જમાનામાં જેટલા તેના ફાયદાઓ અને સગવડતા છે તેટલા જ ગેરફાયદા કે નુકસાન પણ છે. ઘરે બેઠા માનવી માત્ર હાથની બે આંગળીઓ ચલાવી દેશ- વિદેશ ફરી આવે છે, જમવાનું પણ મગાવી શકે છે. ઉપરાંત ટિકિટો બુક કરી શકે છે અને ઓનલાઇન ખરીદી પણ ઘરે બેઠા જ કરી શકે છે. તેમાં પછી મનોરંજનની વાત હોય કે કોઈ સૂચનાના કે માહિતીના આદાન-પ્રદાનની.

સ્માર્ટ ફોનના આવવાથી મગજનું કાર્ય ઘટવા લાગ્યું
પરંતુ સ્માર્ટ ફોનથી નુકસાન પણ શક્ય છે. સ્માર્ટ ફોનના આવવાથી મગજનું કાર્ય ઘટવા લાગ્યું છે. સ્માર્ટ ફોનમાં નંબર સાથે નામ પણ સહેલાયથી સેવ કરી શકાય છે. જેને લીધે માનવ મગજ વ્યસ્તતા ગુમાવે છે, તેને બીજું કોઈ કરણ વગરનું અને અનેક વિચારો કે ચિંતા કરવા માટે સમય મળી રહે છે. નો મોબાઈલ ફોન ફોબિયા એ એક એવું લક્ષણ છે કે જેને લીધે માનવી જો પોતાના ફોનથી દૂર હોય તો અકારણ ચિંતા અને તણાવ અનુભવે છે. મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સ્માર્ટ ફોનનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકસાનકારક છે.

આવી વ્યક્તિઓને નોમોફોબ પર્શન તરીકે ઓળખાવી શકાય
સતત આગળ વધતા જતા જમાનામાં એક તરફ આધુનિક ઉપકરણોનો ઉપયોગ દરેક માટે જરૂરી છે. પરંતુ મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે તેનો ઉપયોગ વધુ પડતો થવા લાગે અને તેનું એડિક્સન થવા લાગે. આ માનસિક બીમારીનો ભોગ બનેલા વ્યક્તિઓને નોમોફોબ પર્શન તરીકે ઓળખાવી શકાય છે. આજકાલ તો નાનું બાળક ચાલતા પણ ન શીખ્યું હોય તેની પહેલાં તે સ્માર્ટ ફોન ચલાવતા શીખી ગયો હોય છે. માતા-પિતા પણ બાળક જ્યારે તોફાન કરે કે માતા-પિતાને કંઈ કામ હોય તો બાળકને મોબાઈલ પકડાવી દે છે અને ત્યાંથી નોમોફોબિયાની શરૂઆત પણ થાય છે

નોમોફોબિયાથી થતી અસરો
આમ તો આ એક માનસિક બીમારી છે. માનસિક બીમારીની અસર કોઈ પણ રીતે શારીરિક પર થતી જ હોય છે તેવી જ રીતે આ નોમોફોબિયાની અસર પણ વ્યક્તિના શરીર પર જોવા મળે છે. વધુ પડતાં સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિને ગાઈક કમ્પ્યુટર આઇસ સિન્ડ્રોમ જેવી શારીરિક અસર થઈ શકે છે. જેમાં વ્યક્તિની આંખ સુકાવા લાગે છે, ખેંચાણ અનુભવે છે, આંખ જીણી થવા લાગે છે, આંખમાં રહેલ પાણી સુકાવા લાગે છે અથવા સ્પષ્ટ રીતે જોવા માટે આંખોને જીણી કરવી પડે છે.

બાળકોમાં આજકાલ ઓનલાઇન ગેમિંગનો ખતરો વધ્યો
બાળકોમાં આજકાલ ઓનલાઇન ગેમિંગનો ખતરો વધ્યો છે. બાળકો કલાકો સુધી ઓનલાઇન ગેમ્સ રમતા હોય છે. જેને લીધે તેઓનું ફોન પ્રત્યેનું એડિક્સન વધે છે અને તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર તેમજ શ્રવણ શક્તિ કે અને દ્રષ્ટિ ક્ષમતા પર થતી હોય છે. આ ઉપરાંત તેની કેટલીક સામાન્ય અસરો પણ છે જેમ કે કોઈ કામમાં મન ન લાગવું, માથામાં દુઃખાવો, સતત ડર લાગવો, અનિંદ્રા, થાક, આળસ, સ્વભાવમાં ચીડિયાપણું, માનસિક તણાવ, એકાગ્રતાનો અભાવ, આંખમાંથી પાણી નીકળવા વગેરે. વધુ પડતાં સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકતો નથી. વિચારશક્તિ કમજોર થવા લાગે છે, ઝગડા કરે છે તેમજ તે સમાજની અન્ય વ્યક્તિ સાથે સમાયોજન સાધવામાં પણ નિષ્ફળતા અનુભવે છે.

કેવા હોય શકે છે નોમોફોબિયાના લક્ષણો

  • વારંવાર ફોન ચેક કરવો
  • ફોનની બેટરી થોડી પણ ઉતરી જાય તો અકારણ તણાવ
  • ફોન પોતાની પાસે ન હોય તો સતત ચિંતા કે ચીડિયાપણું
  • અચાનક જ ફોનમાં રીંગ વાગે એવા ભ્રમ, ફરી ફોન ચેક કરવો
  • રાત્રે વારંવાર ફોન બાજુમાં જ પડ્યો છે કે નહીં એવું તપાસવું
  • કોઈ ભૂલથીય પોતાનો ફોન અડે તો ગુસ્સે થઈ જવું

કંઈ રીતે બચી શકાય નોમોફોબિયાથી
આવા સમયે ફોનથી દૂર રહેવા માટે બને તેટલા વધુ પ્રયાસો કરવા, પરિવાર કે વડીલો સાથે વાતચીતમાં સમય પસાર કરવો. જેથી તેમની એકલતા પણ દૂર થાય, મન અને વિચારો પર નિયંત્રણ માટેના પ્રયત્નો કરવા, બાળકો સાથે સમય પસાર કરવો કે પછી ચાલવા જવું અને વાંચન કરવું, નવા નવા શોખ કેળવવા

અન્ય સમાચારો પણ છે...