રાજકોટમાં હુમલો:નાનમવા સર્કલ નજીક પૈસાની લેતીદેતી મામલે યુવાનને માથામાં છરી મારી, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો - Divya Bhaskar
ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ એક બાદ એક ચોરી હત્યા અને હત્યાની કોશિશના બનાવ સામે આવી રહ્યા છે. મંગળવારે રાત્રીના સમયે 10 વાગ્યા આસપાસ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક એક પ્લોટની રૂપિયા લેતીદેતી મામલે યુવાન પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઈજાગ્રસ્ત યુવાનને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલો કરનાર શખ્સો પૈકી એક શખ્સ એક સમયના રાજકોટના કુખ્યાત ગણાતા પેંડા ગેંગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક આવેલ આરકે પ્રાઈમ બિલ્ડીંગ પાસે એક પ્લોટની રૂપિયા લેતી દેતી મામલે ચાર થી પાંચ શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી જસ્મીન માઢક નામના યુવાનને ઇજા પહોંચાડવામાં આવી છે. જેમાં હુમલો કરવામાં મુકેશ રાઠોડ તેમજ એક સમયના કુખ્યાત ગણાતા અને થોરાળા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પ્રતાપ પરમાર સહીત ચાર થી પાંચ શખ્સો હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રતાપ પરમાર તાજેતરમાં જ આઇપીસી કલમ 307 ના ગુનામાં જેલમાંથી છૂટી બહાર આવ્યો છે ત્યારે આજે ફરી છરી વડે હુમલો કરી યુવાનને ઇજા પહોંચી નાસી છૂટ્યો છે. આ સાથે આરોપીઓ નાના મવા નજીકના આ પ્લોટ ખાતે ગાંજો પીવા માટે પણ આવતા હતા અને તે માટે મનાઈ કરતા આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...