નફ્ફટ પ્રેમી:રાજકોટમાં હોટલમાં સગીર પ્રેમિકાને પતાવી યુવકે સગીરાના પિતાને ફોનમાં કહ્યું- મેં તમારી દીકરીની હત્યા કરી છે અને હું એસિડ પી આપઘાત કરું છું

રાજકોટ5 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
સિવિલ હોસ્પિટલમાં મૃતકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને સગીરાની ફાઈલ તસવીર - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં મૃતકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને સગીરાની ફાઈલ તસવીર
  • ગઇકાલે રાતે 9 વાગ્યે પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો

રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલી હોટેલ નોવા બુટિકમાં ગઇકાલે એક યુવકે તેની સગીર વયની પ્રેમિકાની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. જોકે આ બંને પ્રેમી પંખીડાએ હોટેલમાં સવારના સમયે પ્રવેશ કર્યો હતો અને રાત્રે યુવકના ભાઇએ આવી હોટેલ સંચાલકને સમગ્ર મામલે જાણ કરી હતી. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીનો ફોન બંધ આવતો હોવાથી મેં જેમ તેમ કરીને દેવાયત જેમીસનો નંબર મેળવી ફોન કર્યો હતો. ત્યારે તેણે મને જણાવ્યું કે મેં તમારી દીકરીને પતાવી દીધી છે અને હવે હું પણ એસિડ પી આપઘાત કરૂ છું.

બપોરે રિસેસ પડે તોય મારી દીકરી રોજ ફોન કરતી
સગીરા કોલેજમાં અભ્યાસ માટે પોતાના વતન કાલાવડથી રાજકોટ આવી હતી. પરંતુ કોલેજ જવાના બદલે તે હોટેલ પહોંચી હતી. હત્યા બાદ સગીરાના પરિવારજનોનો જેમીસ પર ફોન આવતા પ્રેમીએ જ પરિવારજનોને હત્યા નિપજાવી હોવાની જાણ કરતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. સગીરાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી રાજકોટ કોલેજમાં અભ્યાસ કરે છે. રોજ સવારે કાલાવડથી રાજકોટ આવતી હોય છે. સવારે નીકળી બાદમાં બપોરના સમયે રિસેસ હોય તો ઘરે ફોન પણ કરે છે. પરંતુ ગઇકાલે ફોન પણ કર્યો નહોતો અને ફોન સ્વીચ ઓફ આવતો હતો. કોલેજે 6.30 વાગ્યે છૂટ્યા બાદ 8.30થી 9 વાગ્યા આસપાસ કાલાવડ ઘરે પરત ફરતી હોય છે. ગઈકાલે 9 વાગ્યે પરત ન આવતા અને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં સગીરાના પિતાનું આક્રંદ.
સિવિલ હોસ્પિટલમાં સગીરાના પિતાનું આક્રંદ.

વાયા મીડિયા ફોન કરતા યુવક જેમીસે ફોન ઉપાડ્યો
સગીરાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, દીકરીનો સંપર્ક ન થતા વાયા મીડિયા ફોન કરતા યુવક જેમીસનો સંપર્ક થયો હતો અને યુવકે સીધું કહ્યું હતું કે, મેં તમારી દીકરીને મારી નાખી છે અને હું પણ એસિડ પી આપઘાત કરું છું કહી ફોન કાપી નાખ્યો હતો. આથી અમે તુરંત પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતા અને દીકરીને મૃત હાલતમાં જોતા હું પડી ભાંગ્યો હતો. જેમીસના મામા મારી બાજુના મકાનમાં રહે છે એ રીતે મારી દીકરી સાથે સંપર્ક કર્યો હતો. જોકે દીકરીએ આ અંગે કોઈ દિવસ પ્રેમસંબંધની વાત કરી નહોતી.

આ પણ વાંચોઃ રાજકોટની હોટલમાં યુવકે સગીરાને પ્લાસ્ટિકની પટ્ટીથી ગળેટૂંપો દઈ પતાવી દીધી, બાદમાં પોતે પણ એસિડ પીધું

હોટેલ નોવા બુટિકના મેનેજર ચિંતન વેગડ.
હોટેલ નોવા બુટિકના મેનેજર ચિંતન વેગડ.

રાત્રે અચાનક 10 વાગ્યા આસપાસ યુવકનો ભાઇ આવ્યો હતો
હોટેલ નોવા બુટીકના મેનેજર ચિંતન વેગડે જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે 9 વાગ્યા આસપાસ પ્રથમ યુવકે હોટેલમાં પ્રવેશ કર્યો હતો અને આ સમયે તેને પોતાનું આધારકાર્ડ હોટેલ મેનેજરને આપ્યું હતું. જેના અડધા કલાક બાદ યુવતી આવી હતી અને તેણે પણ પોતાનું આધારકાર્ડ આપી હોટેલમાં રોકાયા હતા. બન્નેના આધારકાર્ડ અને તેમની સાઇન પણ લેવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન એક પણ વખત હોટેલમાંથી તેઓ બહાર નીકળ્યા નહોતા. રાત્રે અચાનક 10 વાગ્યા આસપાસ યુવકનો ભાઇ આવ્યો હતો અને તેના ભાઇએ એસિડ પી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આથી તુરંત પોલીસને જાણ કરી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સગીરા કોલેજને બદલે હોટલ પહોંચી હતી.
સગીરા કોલેજને બદલે હોટલ પહોંચી હતી.

​​​​હોટલમાં જમા કરાવેલા ડોક્યુમેન્ટમાં ચેડાં
રાજકોટ આવી હોટેલમાં આપેલા ડોક્યુમેન્ટ તરીકે આધારકાર્ડમાં સગીરાની જન્મ તારીખ 5/2/2003 લખેલી છે. પરંતુ તેના પિતાએ આપેલા આધારકાર્ડમાં જન્મ તારીખ 5/2/2005 હોવાથી આધારકાર્ડમાં છેડા થયા હોવાનું સામે આવ્યું છે. આધારકાર્ડમાં છેડા કોણે કર્યા, શા માટે કર્યા સહિતની દિશામાં તપાસ થવી ખૂબ જ જરૂરી છે. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી સારવારમાં રહેલા હત્યારા પ્રેમી જેમીસના નિવેદન માટે તજવીજ હાથ ધરી છે. સારવારમાં રહેલો પ્રેમી ભાનમા આવ્યા બાદ નિવેદન નોંધી હત્યાનું સાચુ કારણ જાણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...