તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ!:રાજકોટના પેલેસ રોડ પરથી ધોળા દિવસે યુવકનું અપહરણ, 4 શખ્સોએ પ્રેમ પ્રકરણમાં અપહરણ કર્યુ હોવાની ચર્ચા, પોલીસ ઘટનાસ્થળે

રાજકોટ5 મહિનો પહેલા
પોલીસ ઘટનાસ્થળ પર - Divya Bhaskar
પોલીસ ઘટનાસ્થળ પર
  • પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફુટેજ મેળવવા માટે તજવીજ હાથ ધરી

રાજકોટના પેલેસ રોડ પરથી એક યુવકનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે અંદાજે 4 શખ્સોએ પ્રેમ પ્રકરણ મામલે યુવકનું અપહરણ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

3થી 4 લોકો બળજબરીથી યુવકને ઉપાડી ગયા હોવાનું લોકો જણાવી રહ્યાં છે
રાજકોટના પેલેસ રોડ રોડ ઉપર આવેલ આશાપુરા મંદિરેથી દર્શન કરી કારમાં આવેલા એક યુવાનનું ત્રણથી ચાર અજાણ્યા લોકો અપહરણ કરી ગયાનું જાણવા મળ્યું છે. મંદિર સામે આવેલા રાધિકા જવેલર્સ પાસે મોટર પાર્ક કરી આ યુવાન દર્શન કરવા માટે આશાપુરા મંદિરમાં ગયો હતો. દર્શન કરી પરત નીકળી મોટર તરફ ગયો, ત્યારે ધોળા દિવસે 3થી 4 અજાણ્યા શખ્સોએ તેને બળજબરીથી ઉપાડી ગયાનું લોકો જણાવી રહ્યાં છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો