અપહરણ:માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, રાજકોટમાં 14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયામાં યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવાન વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી

માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જેમાં સોશિયલ મીડિયાની સંતાનના મગજ પર કેવી અસર પડે છે તેવો આ બનાવ છે. રાજકોટની સહકાર સોસાયટીમાં રહેતા યુવાને સોશિયલ મીડિયામાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી હતી. બાદમાં યુવાન સગીરાને ભગાડી જતા સગીરાના પિતાએ યુવાન સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

પિતા સ્પ્રે, બેલ્ટ સહિતની વસ્તુઓ વેચી ઘરનું ગુજરાન ચલાવે છે
આ બનાવ અંગે ભકિતનગર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી સહકાર સોસાયટીમાં રહેતા યુવાન સામે IPC 363, 366 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે સ્પ્રે, કમરબેલ્ટ સહિતની ચીજવસ્તુનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે તે બપોરે ત્રણ વાગ્યા આસપાસ તેની દુકાને હતાં ત્યારે પત્નીએ ફોન કરી જાણ કરી હતી કે દીકરી ઘરેથી વેવાઇના ઘરે જવાનું કહીને નીકળી હતી. પણ ત્યાં પહોંચી નથી. આથી પોતે દુકાનેથી તુરંત જ ઘરે આવ્યા હતાં અને દિકરીની શોધખોળ શરૂ કરી હતી. પણ તે મળી નહોતી.

યુવાનના ઘરે તપાસ કરતા તે પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું
અગાઉ દીકરીને સોશિયલ મીડિયામાં યુવાન સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાને મળતાં હતા. તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું. બાદમાં યુવાનના ઘરે જઇ તપાસ કરતાં એ શખ્સ જ લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે ભગાડી ગયાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પોલીસે હાલ ફરિયાદ નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...