આત્મહત્યા:સગર્ભા પત્નીને સાસરિયાઓએ મળવા ન દેતા યુવકે ફાંસો ખાધો, રાજકોટની રામેશ્વર સોસાયટીનો કિસ્સો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બાબરિયા કોલોની પાસેની ન્યૂ રામેશ્વર સોસાયટીમાં રહેતા યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. સગર્ભા પત્નીને સાસરિયાઓ મળવા નહી દેતા યુવકે પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. રામેશ્વર સોસાયટીમાં રહેતા રવિ તુલજાશંકર ભટ્ટે (ઉ.વ.30) પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, રવિ ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો અને તેના પત્ની હાલમાં સગર્ભા હોય પ્રસૂતિ અર્થે પિયર ગયા છે. સગર્ભા પત્નીને રવિ મળવા જતો હતો ત્યારે તેના સાસરિયા તેની પત્નીને મળવા દેતા નહીં હોવાથી રવિએ અંતિમ પગલું ભરી લીધું હતું. અન્ય એક કિસ્સામાં ગુંદાવાડીમાં રહેતા ધવલ રાજેન્દ્રભાઇ પંડ્યાઅે શેઠ હાઇસ્કૂલ નજીક કારમાં ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...