રાજકોટના મવડી પ્લોટ નજીક જલજીત હોલ પાસે સાંઇધામ સોસાયટીમાં રહેતા પોરબંદરના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. માલવિયા નગર પોલીસે યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશાલને બેભાન હાલતમાં નિહાળ્યો
પ્રાપ્ત વિગત મુજબ મૂળ પોરબંદરના અને હાલ રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં જલજીત હોલ પાસે સાંઇધામ સોસાયટી શેરી નં.6માં સબંધીના મકાનમાં ભાડે રહેતો વિશાલ પુંજાભાઇ ઓડેદરા (ઉ.વ.22) ગઇ કાલે ઘરે હતો. ત્યારે તેણે ઝેરી દવા પી લીધી હતી. મકાન માલીક તેને બોલાવવા જતા વિશાલને બેભાન હાલતમાં પડેલો જોઇ દેકારો કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકમાં એ.એસ.આઇ કે.કે.માઢક તથા રાઇટર દિગ્વીજયભાઇ ગઢવીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમાં વિશાલ રાજકોટના એક મોલમાં નોકરી કરતો હતો અને તેને ક્યાં કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.