સાધુ વાસવાણી રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં સાગરભાઈ દેવાભાઈ ગરાણિયાએ ગઇકાલે સાંજે પોતના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, સાગર રીક્ષા ડ્રાઇવિંગ કરે છે અને લાઠી રહેતાં અમારા ફઇના પુત્રીના લગ્ન હોઈ જે મામલે દશ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું જે રૂપિયાની વ્યવસ્થા ન થતાં તેને આ પગલું ભર્યું હતું. યુવક બે ભાઈમાં મોટો અને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
માલધારી સોસાયટીમાં યુવતીએ ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક પાસે આવેલા ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ માલધારી સોસાયટીમાં રહેતી કિરણ ભુદરભાઈ સોલંકી નામની 22 વર્ષીય યુવતીએ લાકડાની આડીમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો તેમને નાની બહેન કાજલ જોઈ જતા તેમને નીચે ઉતારી હતી અને 108 મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેણી બે ભાઈ બે બહેનમાં નાની હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરી છે.
પૂલ નીચે સુતી શ્રમિક પરિણીતાનો આવારા શખ્સે છેડતી કરી
રાજકોટ શહેરના મવડી ચોક 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે આવેલા પૂલ નીચે જ પતિ સાથે રહેતી અને છૂટક મજૂરી કરતી મુળ જામનગર પંથકની શ્રમિક મહિલા ગઈકાલે સાંજે પૂલ નીચે સુતી હતી ત્યારે અચાનક એક શખ્સ આવી માથે પડી જતાં અને ખરાબ વર્તન કરવા લાગતા તેણીએ દેકારો કરી મુક્યો હતો. આ કારણે માણસો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન મહિલાનો પતિ પાણી ભરવા ગયો હોઇ તે પણ આવી ગયો હતો. લોકોએ છેડછાડ કરનાર શખ્સને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતાં મહિલાની ફરિયાદ પરથી મુળ રાજસ્થાી હાલ રાજકોટ ફૂટપાથ પર જ રહેતાં અને મજૂરી કામ કરતાં વિનોદ કોમનનાથ ડામોર (ઉ.વ.35) સામે આઇપીસી 354 (એ) મુજબ નિર્લજ્જ હુમલો, છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.