રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળમાં આવેલી ગોલ્ડ કોઈન ફેકટરીમાં રાજપાલ ભોલાભાઈ કોલી નામનો 20 વર્ષનો યુવાન કારખાનામાં ટ્રોલીમાં સામાનની હેરાફેરી કરતો હતો દરમિયાન અકસ્માતે ટ્રોલી માથે પડતાં રાજપાલ કોલીને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીજશોક લાગતા શ્રમિકનું મોત
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપરમાં આવેલા ચામુંડા નગરમાં રહેતો અંકીત કાનજીભાઈ વોરા નામનો 20 વર્ષનો યુવાન ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં પ્રફુલભાઈની બાંધકામની સાઈટ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતા યુવાન બેભાન થઇ ઢળી પડ્યો હતો જેને બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માનસિક બીમારીથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો
રાજકોટ શહેરના રૈયા રોડ પર શાંતીનિકેત પાર્ક શેરી નં.2 માં રહેતા પુજાબેન કૌટીલ્યભાઇ રાજયગરૂ (ઉ.વ.28) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ પરીણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ 108 માં જાણ કરતા 108 ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા પરીણીતાનુ મૃત્યુ નિપજયું હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પુજાબેનને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે તેણે માનસીક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બેરોજગારીથી કંટાળી આધેડે ઝેરી દવા પીધી
રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે છેલ્લા એક માસથી ધંધામાં મંદી આવતાં તેને રીક્ષા વેંચી નાખી હતી. જે બાદ તે સતત ચિંતિત રહેતા હતા અને ગઇકાલે તે જિલ્લા પંચાયત ચોક પાસે હતા ત્યારે બેરોજગારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
ખોખળદળ નદીની બાજુમાં વિદેશી દારૂની 156 બોટલ ઝડપાઈ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લપાસરી રોડ પર ખોખળદળ નદીની બાજુમાં હોંકળા કાંઠે બાવળની જાળીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 156 બોટલ પકડી મિલન ઉર્ફે મિલિયો દુષ્યંત દલાલ (ઉ.વ.24) ને દબોચી દારૂ અને મોબાઈલ ફોન મળી રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપી મિલને કબૂલાત આપી હતી કે, તેમને દારૂનો જથ્થો સાગર દિપક કાલિયાએ સપ્લાય કર્યો હતો જેને લઇ હાલ પોલીસે સપ્લાયર સાગરની શોધખોળ હાથ ધરી હતી.
CPના જાહેરનામાનો ભંગ કરતા બે લોકો વિરુદ્ધ કાર્યવાહી
રાજકોટના મુખ્ય રસ્તાઓ પર પણ અનેક રઝળતા પશુઓ પોતાનો અડિંગો જમાવીને બેઠાં રહે છે! પરિણામે અનેક વખત અકસ્માતોના દાખલા પણ સામે આવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં પોલીસ કમિશનરે રસ્તે પશુ રઝળતા પશુઓ અને શહેરના માર્ગો પર ઘાસ ન નાખવા અંગે જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે રાજકોટમાં બે શખ્સો તેનો ભંગ કરતા મળી આવ્યા હતા. જ્યાં જામનગર રોડ રેલ્વે કોલોની નજીક જાહેર રોડ ઉપર દેવશીભાઇ રામભાઇ વસરાએ જાહેર માર્ગ ઉપર ઘાસચારાનુ વેચાણ કરી જાહેર રસ્તા ઉપર ગાયો/પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોધ ઉભો મળી કરતા મળી આવ્યા હતા જયારે અન્ય કિસ્સામાં આદમભાઇ નુરમહદમદભાઇ ઠેબા પણ જામનગર રોડ વાંકાનેર સોસાયટી પાસે સુર્યમુખી હનુમાનદાદાના મંદીર સામે જાહેર રસ્તા ઉપર ગાયો/પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોધ ઉભો મળી આવતા ગાંધીગ્રામ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી અને ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.