રાજકોટ જિલ્લાના પડધરીના સાલપીપળીયા ગામે રહેતાં પ્રવિણ લક્ષમણભાઇ પરમાર (ઉં.વ.33) નામના યુવાને ગકાઇલે દારૂ પીધા બાદ દવા પી લેતાં હાલત બગડતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પ્રવિણ પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો. તે છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી પડધરી પોલીસને જાણ કરી હતી. પિતા પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, પ્રવિણ ગઇકાલે નશો કરી ઘરે આવ્યા બાદ ઘરના ઉપરના માળે દવા પી ગયો હતો. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં બે શખસે મહિલા પર ધોકાથી હુમલો કર્યો
રાજકોટના કોઠારિયા રોડ પર ભુતનાથ મંદિર સામે મફતીયાપરામાં રહેતા રૂખીબેન લલ્લુભાઈ તુવરીયા (ઉં.વ.50) ગત રોજ પોતાના ઘર પાસે હતાં ત્યારે ધસી આવેલા સંજય અને મહિપત નામના શખસે કોઈ કારણથી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા બંન્ને શખસે મહિલાને તેને પાસે રહેલા ધોકાથી ફટકારીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.
ગોંડલમાં બિમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો
ગોંડલમાં આવાસ કોલોનીમાં રહેતા રમણીકલાલ કાંતિલાલ રાજ્યગુરૂ (ઉં.વ.65)એ ગત રોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન થઇ ઢળી પડ્યા હતા. જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ થતાં રાજકોટ સિવિલે ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આપઘાત અંગેનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક પરીવારે જણાવ્યું હતું કે રમણીકભાઇ રાજ્યગુરૂને બે વર્ષ પહેલા પેરાલિસિસનો એટેક આવ્યો હતો. જેનાથી કંટાળી અંતિમ પગલુ ભર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.