તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં બે દિવસથી બંધ ઘરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પત્ની અને સાળાના ત્રાસથી જીવ દીધાનો પરિવારનો આક્ષેપ, પત્ની છ મહિનાથી રિસામણે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાનનો ફુલાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. - Divya Bhaskar
યુવાનનો ફુલાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
  • ભાણેજે ફોન રિસીવ ન કરતાં મામા ઘરે આવીને જોતા મૃતદેહ મળ્યો
  • પોલીસે ફુલાય ગયેલા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો

રાજકોટના ગાંધીગ્રામમાં સત્યનારાયણ પાર્ક-2ના બ્લોક નં.85માં રહેતા હિતેષભાઇ ડાયાભાઇ ગોહેલ (ઉં.વ.37)નો મૃતદેહ બે દિવસથી બંધ ઘરમાંથી મળી આવ્યો છે. બે દિવસ જેટલો સમય વીતી જતા હિતેષભાઇને મૃતદેહ ફૂલાય ગયો હતો. મામા પરેશભાઇ જાનાણી ભાણેશ હિતેષભાઇને બે દિવસથી ફોન કરતા હતા પરંતુ ફોન રિસીવ ન થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં પ્રવેશતા જ હિતેશભાઇનો મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ પત્ની અને સાળાના ત્રાસથી જીવ દીધાનો આક્ષેપ કર્યો છે. હિતેષભાઇની પત્ની છેલ્લા 6 મહિનાથી રિસામણે છે.

બે દિવસથી બંધ રૂમમાં મૃતદેહ પડ્યો હોવાથી ફુલાય ગયો હતો
શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતાં પરેશભાઇ બે દિવસથી ભાણેજ હિતેષભાઇને ફોન કરતાં હતાં. પણ તે ફોન રિસીવ કરતાં નહોતા. આથી ગત રાત્રે તેઓ રૂબરૂ સત્યનારાયણ પાર્કમાં ભાણેજના ઘરે આવ્યા હતાં. ઘર અંદરથી બંધ હોય ખખડાવવા છતાં નહીં ખોલતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચી દરવાજો તોડીને જોતાં હિતેષભાઇની ફુલાય ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસથી મૃતદેહ પડ્યો હોવાથી ફુલાય ગયાની શક્યતા પોલીસે દર્શાવી હતી. હિતેષભાઇ એક બહેનથી નાના હતાં અને પરિવારનો આધારસ્તંભ હતાં. બનાવથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

સાળો છૂટાછેડા માટે પૈસાની માગણી કરતો હોવાનો આક્ષેપ
હિતેષભાઇ વાંકાનેરની કંપનીમાં નોકરી કરતાં હતાં. તેના મામા પરેશભાઇના કહેવા મુજબ હિતેષભાઇના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પત્નીનું નામ અર્ચનાબેન છે. તેઓ માવતરના ઘરે સોમનાથ સોસાયટીમાં રહે છે. મામાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે છ માસથી અર્ચનાબેન રિસામણે માવતરે છે. આથી પત્નીએ કેસ કર્યોહોય તેના કારણે ભાણેજ સતત ટેન્શનમાં રહેતો હતો. સાળો પણ છૂટાછેડા માટે પૈસાની માગણી કરતો હતો. પત્ની અને સાળાથી કંટાળી જઇ ભાણેજે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ આક્ષેપો અંગે ASI પી. એન. પરમારે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો