ક્રાઇમ:જન્મદિવસના બીજા જ દિવસે યુવાનનો આપઘાત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પર ખીરસરા નજીક લેકવ્યૂ બંગલોમાં માળિયામિંયાણાના મોટા દહીંસરા ગામના જયદીપ નારણભાઇ મિયાત્રા નામના યુવાને બંગલામાં ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મિત્રોને ખબર પડતા તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબોએ જયદીપનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસ તપાસમાં નાણાં ધીરવાનું કામકાજ કરતો જયદીપ બે ભાઇમાં નાનો હતો. બે દિવસ પહેલા તેનો જન્મદિવસ હોય ચાર મિત્રો સાથે ઉજવણી કરવા બનેવીના લેકવ્યૂ બંગલો આવ્યા હતા. મૃતકના બનેવી માલદેભાઇએ પોલીસને જણાવ્યું કે, જયદીપે આપઘાત પૂર્વે ફોન કરી પોતાને હવે જીવવું નથીની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...