વિવાદ:રિક્ષાચાલક સહિત 3 શખ્સનો યુવાન પર હુમલો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પર વીરસાવરકરનગર સોસાયટીમાં રહેતા સેજલભાઇ પ્રફુલભાઇ મહેતા નામના યુવાનને રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. યુવાને નોંધાવેલી ફરિયાદમાં પત્ની અને પાડોશમાં રહેતી મહિલાઓ ઘર પાસે રોજ વોકિંગ કરે છે. ત્યારે ગુરૂવારે સાંજે પત્નીનો ફોન આવ્યો કે, છેલ્લા ત્રણ દિવસથી એક રિક્ષાચાલક અહીં બેસી અમને સતત જોતો રહે છે જેથી પોતે તુરંત આવ્યો અને રિક્ષા સોસાયટીની બહાર પાર્ક કરવા સમજાવતા તે ઉશ્કેરાઇ ગાળો ભાંડી જતો રહ્યો. બાદમાં બાઇક પર સોસા.ની બહાર નીકળતા રિક્ષા ચાલકે બાઇકને ઠોકર મારી રિક્ષાચાલક અને તેની સાથેના બે શખ્સ ધોકા સાથે ઉતરી આવી તૂટી પડયા હતા.  પોલીસે ત્રણેયને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...