બે વિરૂદ્ધ ફરીયાદ:રાજકોટમાં ઢોર છોડાવા ગયેલા યુવાનનું અપહરણ કરી માર માર્યો, બાઇકના હપ્તા મુદ્દે બે શખ્સનું કારસ્તાન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના અમીન માર્ગ, હિંગળાજનગર-1માં રહેતા દાનાભાઇ ભોજાભાઇ શિયાળિયા નામના યુવાનનું મહેન્દ્રસિંહ ભીમદેવસિંહ પરમાર અને મયૂર આહીર નામના શખ્સે અપહરણ કરી માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બે શખ્સના હુમલામાં ઘવાયેલા દાનાભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછ કરતા મહાનગરપાલિકાએ તેના ઢોર પકડ્યા હોય શનિવારે સવારે કોર્પોરેશનની કચેરીએ પોતાના ઢોર છોડાવવા માટે બાઇકને લઇને ગયો હતો. ત્યારે કોર્પોરેશન ચોકમાં પહોંચતા જ મહેન્દ્રસિંહ અને મયૂર કારમાં ધસી આવી પોતાને આંતર્યો હતો.

બાદમાં બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. ચાલુ કારે માર માર્યા બાદ નાગરિક બેંક ચોક પાસે લઇ જઇ ત્યાં માર મારી છોડી દીધો હતો. મારને કારણે પોતાને ઇજા થતા 108 મારફતે પોતે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. અપહરણ, માર મારવાના કારણ અંગે પૂછપરછ કરતા દાનાભાઇના સગા ચતુરભાઇએ ફાઇનાન્સમાંથી લોન લઇ વાહન ખરીદ કર્યું હતું.

હાલ તે વાહન પોતે ચલાવે છે. ચતુરભાઇએ લોનના હપ્તા ભર્યા ન હોય હપ્તા વસૂલવા માટે પોતાનું અપહરણ કરી માર માર્યાનું ઇજાગ્રસ્ત દાનાભાઇએ જણાવ્યું છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...