ધમકી:‘તમને ભારે પડશે, જોઈ લઈશું’ કહી ડે.કલેક્ટરને ધમકી અપાઈ, બે વચેટિયાની કચેરીમાં જ શાન ઠેકાણે લાવી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંત અધિકારી શહેર-2ની કચેરીમાં બપોરના સમયે બે વ્યક્તિએ આવીને વિવાદિત જગ્યામાં નોંધ પાડવા મુદ્દે બોલાચાલી કરી હતી અને ડેપ્યુટી કલેક્ટરને ધમકી આપતા પોલીસ બોલાવાઈ હતી. આ દરમિયાન એ બહાર આવ્યું હતું જે વિવાદ ચાલે છે તેના અરજદારને બદલે કોઇ વચેટિયા કામ કરાવવા આવ્યા હતા.

નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ચૂંટણી કામગીરી દરમિયાન એક વ્યક્તિ રજૂઆત માટે આવ્યા હતા. તેમણે આવીને એક જમીન કેસ કે જેમાં તપાસ ચાલી રહી છે તેમાં નોંધ માટેની માંગ કરી હતી. હાલ તપાસ ચાલુ હોવાનો જવાબ આપ્યો હતો તો તેઓએે બૂમબરાડા ચાલુ કર્યા હતા.

વિગત લેતા જાણવા મળ્યું કે, તે અરજદાર ન હતા તેથી અરજદાર સાથે વાત કરવાનું કહેતા એક શખ્સે ‘તમને ભારે પડશે જોઈ લઇશું’ એવી ધમકી આપતા તુરંત જ બાંકડે બેસાડી દીધા હતા અને પોલીસ બોલાવી લીધી હતી. બંનેએ પોતાના નામ પ્રિયાંકર અને જીવણ બતાવ્યું છે અને કોઇ વચેટિયા હોવાનું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...