ફરિયાદ:‘તું મારી સાથે વીડિયોકોલમાં વાત કર નહિતર તારા ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરીશ’

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી કોઠારિયા ગામની યુવતીએ કરેલી ફરિયાદ મુજબ, તે મોબાઇલના માધ્યમથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દરમિયાન ગત તા.29-7ના ઇન્સ્ટાગ્રામ પર પાયલ પટેલના નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ સ્વીકારતા સામે વાળી વ્યક્તિએ પોતે બ્યુટીપાર્લર ચલાવતી હોવાનું જણાવી અવારનવાર મેસેજથી વાત કરતા હતા. ત્યારે પાયલ પટેલના આઇડી પરથી વીડિયોકોલ રિસીવ કરતાં જ પોતે ડઘાઇ ગઇ હતી.

વીડિયોકોલમાં સામે વાળી વ્યક્તિ યુવતી નહિ પુરુષ હતો અને તે વીડિયોમાં નગ્ન અવસ્થામાં દેખાયો હતો. જેથી તુરંત તે આઇડી બ્લોક કરી નાખ્યું હતું. ત્યાર બાદ અન્ય આઇડી પરથી સ્ક્રીન શોટ સાથે મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તું મારી સાથે વીડિયોકોલમાં વાત કર નહીં તો હું તારા ફોટા વહેતા કરી નાંખીશની ધમકી આપી હતી. સાયબર સેલે તપાસ શરૂ કરતા યુવતીને પજવણી કરી ધમકી દેનાર આઇડી વાળાનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે નંબરની તપાસ કરતા તે નંબર વિરપુર રહેતા કિશન જયંતી ડાભીનો હોવાનું ખૂલતા તુરંત તે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...