તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • You Keep Doing FIRs; Bhaskar Will Continue To Tell Right From Wrong And False From False, FIR Against 4 Journalists Of Divya Bhaskar To Cover The Accused

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ અગ્નિકાંડ મામલો:હા, અમે ‘ગુનેગાર’ છીએ, તમે FIR કરતા રહો; ભાસ્કર સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતું રહેશે, આરોપીઓને છાવરવા દિવ્ય ભાસ્કરના 4 પત્રકારો સામે FIR

રાજકોટ4 મહિનો પહેલાલેખક: દેવેન્દ્ર ભટનાગર
  • કૉપી લિંક
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ફાઇલ તસવીર

રાજકોટમાં કોરોનાના પાંચ દર્દીઓનો ભોગ લેનાર હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં VIP સગવડો આપવાના કારસાનું સ્ટિંગ ઓપરેશન કરનારા દિવ્ય ભાસ્કરના ચાર પત્રકારો સામે પોલીસે બે ફરિયાદ નોંધી છે. FIRમાં પોલીસે આરોપ લગાવ્યો છે કે આ પત્રકારોએ પોલીસની ગુપ્ત કામગીરીને ખુલ્લી પાડી છે. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની પરંપરા જાળવી દિવ્ય ભાસ્કરે પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. પોલીસ દ્વારા પત્રકારો સામે નોંધાયેલી FIR સામે દિવ્ય ભાસ્કર કાયદાકીય રાહે જવાબ આપશે.

VIP સગવડો આપવાની પોલીસ જે ગુપ્ત કામગીરી કરી રહી હતી એને નજરોનજર જોઈ
અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલના માલેતુજાર સંચાલકો માટે પોલીસ સ્ટેશનને ફાઇવસ્ટાર હોટેલમાં ફેરવવાના મિશન આડે આવવાનો ગુનો કર્યો છે. હા, અમે તમારા ‘ગુનેગાર’ છીએ, કારણ કે તમારા હૈયે એ ધનપતિઓનું હિત છે અને અમને હોસ્પિટલમાં ભડથું થઈ ગયેલા પાંચ દર્દીઓની મરણચીસો સંભળાય છે...

પોલીસે એફઆઇઆરમાં નોંધ્યું છે કે એમની ‘ગુપ્ત કામગીરી’ને ચાર રિપોર્ટરોએ ખુલ્લી પાડી છે, અમે કબૂલ કરીએ છીએ કે અમારા રિપોર્ટરો પોલીસ સ્ટેશનમાં ગયા. એમણે આરોપીઓની કડક પુછપરછ કરવાને બદલે તેમને VIP સગવડો આપવાની પોલીસ જે ગુપ્ત કામગીરી કરી રહી હતી એને નજરોનજર જોઈ. એ ગુપ્ત કામગીરીને ખુલ્લી પણ પાડી. ખરેખર તો પોલીસે જો પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવી હોત તો અમારે આ કરવું જ ન પડત. પોલીસ એફઆઇઆરમાં કહે છે કે ‘આરોપીઓ અહીંયા હોઈ તેમની જાનમાલની સલામતી માટે અમે તમને પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી નહીં કરવા દઈએ.’ અમે પણ એ જ કહીએ છીએ કે તમને આરોપીઓના જાનમાલની ચિંતા સૌથી વધુ છે! પ્રજા અપેક્ષા રાખી રહી છે કે કસૂરવાર હોસ્પિટલ સંચાલકોને સજા થાય, એ પાંચ મૃતકોને ન્યાય મળે. અમને તમારો પ્રજાદ્રોહ મંજૂર નથી. એફઆઇઆરમાં પોલીસે ટાંક્યુ છે કે રિપોર્ટરોએ કહ્યું કે ‘તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું.’ જો પોલીસ આરોપીઓના બચાવને પોતાનું કામ માનતી હોય તો એને ખુલ્લુ પાડવું, એક્સપોઝ કરવું એ અમારું કામ છે એટલે જ અમે અહીં ફરી કહીએ છીએ કે તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું જ. હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓને સહેજપણ તકલીફ પડે તો તમારું હૃદય દ્રવી ઊઠે છે અને એ હોસ્પિટલમાં સળગેલા પાંચ જણ માટે અમારી આંતરડી કકળી ઊઠે છે. આરોપીઓને કેવી રીતે છાવરવા એને જો પોલીસ પોતાની ફરજ સમજતી હોય તો અમે એમની એ ફરજમાં રૂકાવટ કરી જ છે, આરોપીઓને વીઆઇપી સગવડો આપવી એ જો પોલીસની ફરજ છે તો એ જાહેર કરવી અને છાપવી એ અમારી ફરજ છે. અમારી ફરજ તમારી એ ‘ફરજ’ને આડે આવશે જ.

તમારી પાસે આઇપીસીની ઢગલાબંધ કલમોનું હથિયાર છે. અમારી પાસે તો હાથમાં જે એક કલમ છે એનો જ સહારો છે. અમારી કલમ તમારી કલમોની ના કદી મોહતાજ હતી, ના કદી રહેશે. અમારી કલમ તમારી કલમોની સામે ન કદી ઝૂકી હતી, ન કદી ઝૂકશે.

ચાર પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિવ્ય ભાસ્કરના પત્રકારો મહેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ ગોહિલ, પ્રકાશ રમેશભાઇ, ઇમરાન હોથી વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ 186, 114, જીપીએની કલમ 120 અને આઇ.ટી.એક્ટ 72(એ), 84 હેઠળ FIR નોંધવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ મનુભાઇ ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અગ્નિકાંડના આરોપીઓ ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા, ડૉ. તેજસ કરમટાને તપાસ માટે રાજકોટ પોલીસ સ્ટેશન લવાયા હતા.

પોલીસને બદનામ કરવાનો આક્ષેપ
1 ડિસેમ્બરે વહેલી સવારે 4.30 વાગે પોલીસ ઇન્સપેક્ટરે આરોપીઓને તપાસ માટે બોલાવ્યા એટલે લૉકઅપમાંથી કઢાયા હતા. સવારે 5 વાગે બે વ્યક્તિઓએ આવી મોબાઇલ ફોનમાં લોકઅપ તેમજ પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરવા લાગ્યા હતા. જ્યારે ના પાડવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીશું. અન્ય બે જણે પણ આવી ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરી હતી અને પછી જતા રહ્યા હતા. 2 ડિસેમ્બરે આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને પોલીસને બદનામ કરવાની કોશિશ અને તપાસને ક્ષતિ પહોંચાડવાના ઇરાદાથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યા હતા. એવો ફરિયાદમાં ઉલ્લેખ છે.

દિવ્ય ભાસ્કર કાયદાકીય રાહે આગામી પગલા લેશે
પોલીસનો આરોપ:
પત્રકારોએ પોલીસની ગુપ્ત કામગીરીને ખુલ્લી પાડી હતી.
અમારો તર્ક: આરોપીઓને પોલીસ મથકમાં અપાયેલી સગવડોનો પર્દાફાશ કર્યો.

  • FIRમાં પોલીસે કલમ 120, 114, 186 લગાવી છે. એટલે કે સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો ગુનો. એટલે કે પોલીસ સ્ટિંગમાં બહાર આવેલી હકીકતો નહીં પણ માત્ર સ્ટિંગની પદ્ધતિ સામે વાંધો લઈ રહી છે.
  • ભાસ્કરે કોરોનાકાળમાં અનેક ગંભીર બાબતોનો ઘટસ્ફોટ કર્યો. એ પછી કેસ કે મૃતકોના આંકડા છુપાવવાના ન્યૂઝ હોય, વેન્ટિલેટર કૌભાંડ હોય, હોસ્પિટલોમાં મૃતદેહો પ્રત્યે બેદરકારી હોય કે પછી નેતાઓ દ્વારા આચરવામાં આવતી બેદરકારી હોય. ભાસ્કરનો પત્રકારત્વ ધર્મ આ જ છે.
  • ગુજરાત સરકારની બેદરકારી મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ઘણી વખત ઝાટકણી કાઢી છે. દિવ્ય ભાસ્કરે આ સમાચારો યોગ્ય ઢબે પ્રકાશિત કર્યા હતા અને ભવિષ્યમાં પણ પ્રકાશિત કરશે.
  • જે સ્ટિંગને લઈને પોલીસ વાંધો લઈ રહી છે વીડિયો અને ઓડિયો ફૂટેજ ભાસ્કરની પાસે છે. અમે જે છાપ્યું એમાં કશું જ અયોગ્ય નથી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો