વિવાદ:‘તારે વાપરવાના પૈસા દેવા જ પડશે’ કહી છરીથી હુમલો કર્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૈસરે હિંદ પુલ નીચે વધુ એક બનાવ
  • સામાન્ય બાબતે વૃદ્ધાને પુત્રવધૂ, વેવાણે માર માર્યો

શહેરમાં વધી રહેલા અસામાજિક તત્ત્વોના રંજાડ સામે પોલીસની નિષ્ક્રિયતાથી અસામાજિક તત્ત્વો બેલગામ બન્યા છે. જેમાં બેડીપરામાં રહેતા અને ચાંદીકામ કરતા ઘેલાભાઇ વિરમભાઇ ગમારા નામના પ્રૌઢ મંગળવારે સાંજે કૈસરે હિંદ પુલ નીચેના રસ્તેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નરસંગપરામાં રહેતો ફૈઝલ ફિરોઝ બેલીમ નામના શખ્સે પ્રૌઢને આંતર્યા હતા અને વાપરવાના પૈસાની માગણી કરી હતી. જેથી પ્રૌઢે પોતાની પાસે પૈસા નહિ હોવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તારે વાપરવાના પૈસા દેવા જ પડશે તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી હાથ પર ઘા ઝીંકી નાસી ગયો હતો.

હુમલામાં પોતાને ઇજા થતા હોસ્પિટલ સારવાર માટે દાખલ થયો હતો. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં કોઠારિયા રોડ, હુડકો ક્વાર્ટરમાં રહેતા મંજુબેન દમનભાઇ પંડ્યા નામના વૃદ્ધાએ તેની પુત્રવધૂ સોનલ નિર્મળભાઇ પંડ્યા, વેવાણ જયશ્રીબેન ભરતભાઇ જોશી અને એક અજાણી વ્યક્તિ સામે માર મારી ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

ગત જાન્યુઆરી મહિનામાં ઠંડી હોવાને કારણે પૌત્રને વેવાણ સાથે મોકલવાની પુત્રવધૂને ના પાડતા ઉશ્કેરાયેલી પુત્રવધૂ, વેવાણ સહિતનાઓએ ઝઘડો કરી માર માર્યો હતો. મારને કારણે પોતાને ખભામાં ફ્રેક્ચર જેવી ઇજા થતા જૂનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જે તે સમયે ભક્તિનગર પોલીસે એન.સી.કેસ કર્યો હતો. બાદમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...