તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘તારે સમાધાન કરવું પડશે’ કહી ત્રણ શખ્સે હુમલો કર્યો, બાઇક સાઇકલ સાથે અથડાયા બાદનો બનાવ

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઉઘરાણી મુદ્દે પિતા-પુત્ર પર ધોકાથી હુમલો

શહેરમાં સામન્ય બાબતે થતી મારામારીના વધુ બે બનાવ મવડી વિસ્તારમાં તેમજ મોરબી રોડ સિટી સ્ટેશન પાસે બન્યા છે. રામનાથપરા-6માં રહેતા પાર્થ હમીર બાંભવા નામના યુવાને દર્શન આહીર, મયૂર સોઢિયા અને વિશ્વાસ રાજપૂત સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, મવડી વિસ્તારમાં આવેલા ગિરનાર-5માં મામા રહેતા હોય મામાના દીકરા જીતુને મળવા બાઇક પર ત્યાં જઇ રહ્યો હતો. ત્યારે મામાના ઘર પાસેથી પસાર થયો ત્યારે તેનું બાઇક એક સાઇકલસવારને અડી ગયું હતું. સાઇકલસવાર સાથે બોલાચાલી થયા બાદ પોતે ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં મામાના દીકરા જીતુ અને એક અન્ય મિત્ર સાથે ઓમનગર સર્કલ પાસે હતા. ત્યારે મયૂર સોઢિયા અને બે શખ્સ તેની સાથે આવી તે મારા સંબંધીની સાઇકલ સાથે તારું વાહન અથડાવ્યું છે. તારે અમારી સાથે સમાધાન કરવું પડશે તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતાં ત્રણેય શખ્સે ઢીકાપાટુનો માર્યો હતો. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.જ્યારે બીજા બનાવમાં ખોરાણા ગામે રહેતા જયદીપ રાજેશભાઇ વાઘેલા નામના યુવાનને તેમજ તેના પિતા રાજેશભાઇને હડમતિયા બેડીના જયેશ બોરીચા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સે ધોકા, પથ્થરના ઘા કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

જયેશ જયદીપ પાસે રૂપિયા માગતો હોય એક હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે અંગે બોલાચાલી થતા જયેશે રિક્ષાની ગાદી ફેંકી દીધી હતી. બાદમાં પોતે ઘરે જઇ પિતાને વાત કરતા પિતાએ ફોન કરી ઝઘડો શા માટે કરે છે તેવું પૂછતા જયેશે બેડી આવવા અને બાદમાં મોરબી રોડ સિટી સ્ટેશન પાસે બોલાવ્યા હતા. ત્યાં પિતા સાથે પહોંચતા જયેશ અને અન્ય બે શખ્સે ધોકાથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. હુમલામાં પોતાને તેમજ પિતાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો