18 વર્ષની યુવતીનો આપઘાત:'તું મોટી થઇ, રસોઇ બનાવતા શીખ', રાજકોટમાં માતાના ઠપકાથી દિકરીને માઠું લાગ્યું

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં આપઘાતના 3 બનાવમાં યુવતી, યુવાન, પ્રૌઢાએ જિંદગી ટૂંકાવી

શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ ત્રણ બનાવમાં કોલેજિયન યુવતી, શ્રમિક યુવાન અને પ્રૌઢાએ જિંદગી ટૂંકાવી લીધી છે. પ્રથમ બનાવ કોઠારિયા રોડ, રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટી-3માં સોમવારે બપોરે બન્યો છે. જ્યાં અનિતા નામની 18 વર્ષની યુવતીએ આજે બપોરે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.પરિવારને જાણ થતા તુરંત 108ને બોલાવી હતી. પરંતુ અનિતાને સારવાર મળે તે પહેલા તેનું જ મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

માતના ઠપકાથી માઠું લાગતા પગલું ભર્યું
​​​​​​​
આજી ડેમ પોલીસની તપાસમાં અનિતા એક ભાઇથી મોટી હતી. તે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન માતાએ હવે તું મોટી થઇ ગઇ છો, રસોઇ બનાવતા શીખવા અંગે ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા પગલું ભરી લીધાનું હીરા ઘસવાનું કામ કરતા મૃતક અનિતાના પિતા મનુભાઇએ પોલીસને જણાવ્યું છે.​​​​​​​

અગમ્ય કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાઇ લીધો
​​​​​​​
બીજો બનાવ સોની બજાર, બોઘાણી શેરીમાં આવેલી દુકાનમાં આજે બપોરે બન્યો હતો. જેમાં મૂળ બંગાળના સાપતભાઇ સુનિલભાઇ દુર્લભભાઇ નામના યુવાને દુકાનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની હમવતનીઓને ખબર પડતા તુરંત ઘટનાસ્થળે દોડી જઇ 108ને બોલાવી હતી. પરંતુ સાપતભાઇનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

બનાવથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
​​​​​​​
બનાવમાં એ ડિવિઝન પોલીસની તપાસમાં સાપતભાઇ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટમાં રહી ડાયમંડ પોલિશ કરવાનું કામ કરતા હતા.દરમિયાન આજે સવારે સગર્ભા પત્નીને પોતે કામ હોવાથી દુકાને જતા હોવાનું કહીને નીકળ્યા બાદ પગલું ભરી લીધું હતું. બનાવથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારમાં કોઇ દુ:ખની વાત ન હોય ધંધાની કોઇ ચિંતામાં પગલું ભર્યું હોવાનું હમવતનીઓએ પોલીસને જણાવ્યું છે.

માનસિક બીમારી પીડાતા હોય અને​​​​​​​ કંટાળીને આપઘાતનું પગલું ભર્યું
​​​​​​​
ત્રીજા બનાવમાં ભાવનગર રોડ, ગંજીવાડામાં રહેતા ગીતાબેન અતુલભાઇ ધોળકિયા નામના પ્રૌઢાએ રવિવારે સાંજે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસની તપાસમાં ગીતાબેન ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને કંટાળીને પગલું ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતના બનાવથી ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...