આ તે કેવી મહામારી!:સોનું ખરીદવાની છૂટ છે પણ અડવાની મનાઈ છે!

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્વેલરી ખરીદતી મહિલાઓ - Divya Bhaskar
જ્વેલરી ખરીદતી મહિલાઓ

કોરોના મહામારીના લીધે જીવનના દરેક ક્ષેત્રમાં અસર થઈ છે. તાજો દાખલો રાજકોટની જ્વેલરી શૉપ છે. રાજકોટમાં સોના-ચાંદીના દાગીના વેચતા વેપારીઓએ દુકાનો ખોલી છે. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે નવતર ઉપાય અજમાવ્યો છે. દાગીના ખરીદવા માટે આવતા ગ્રાહકોને ખાસ પ્રકારનું ટૉપ પહેરાવવામાં આવે છે તથા હાથમાં ગ્લવ્સ પહેરીને દાગીના ધારણ કરવાની મંજૂરી અપાય છે. કારણ માત્ર એટલું જ ગ્રાહકનો હાથ કે શરીર દાગીના સાથે સ્પર્શે નહીં. સોના ચાંદીના વેપારીઓએ હવે એવું પણ સૉફ્ટવેર તૈયાર કરાવી રહ્યા છે જેની મદદથી ગ્રાહકને જે પણ  દાગીના ટ્રાય કરવાની ઈચ્છા હોય એ પોતાના ફોટો પર જ ચેક કરી શકશે. સાથે જ દુકાનમાં પણ મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશવાની મંજૂરી અપાય છે. 

અન્ય સમાચારો પણ છે...