આજે અખાત્રીજ:આ વર્ષે બે ત્રીજનો યોગ, પરંતુ બુધવારે સવારે 7.34 સુધી ત્રીજ હોવાથી અખાત્રીજ મંગળવારે જ મનાવાશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે વણજોયા મુહૂર્તમાં સોના-ચાંદી, વાહન, જમીન-મકાનની ખરીદી થશે

વૈશાખ સુદ ત્રીજને મંગળવાર તારીખ 3 મેના રોજ આખો દિવસ ત્રીજની તિથિ છે. આ વર્ષે ત્રીજની બે તિથિ હોવાનો સંયોગ છે. બુધવારે ત્રીજની તિથિ સવારે 7.34 કલાક સુધી જ છે આથી લોકોએ પંચાંગના નિયમ પ્રમાણે મંગળવારે જ અખાત્રીજ મનાવાશે અને બુધવારે તારીખ 4 મેના રોજ ગણેશચોથ મનાવાશે.

વર્ષમાં ચાર વણજોયા મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે એ પૈકી અખાત્રીજ પણ એવું જ વણજોયું મુહૂર્ત છે. સૌથી વધુ લગ્ન, વાસ્તુ, ઉદ્દઘાટન, ખાતમુહૂર્ત, નવા વાહનોની ખરીદી, સોના-ચાંદીની ખરીદી, જમીન-મકાન ખરીદવા, પૂજાનો સામાન ખરીદવો શુભ માનવામાં આવે છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, વાસ્તુ, હવન, નવચંડી યજ્ઞ, લગ્ન, સગાઇ, ખાતમુહૂર્ત, નવી દુકાનનું મુહૂર્ત, નવા વ્યાપારની શરૂઆત સહિતના શુભ કાર્યો માટે આજનો દિવસ શુભ છે, કોઈ ચંદ્રબળ જોવાની જરૂર રહેતી નથી. અખાત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્યો માટે સારો છે.

અખાત્રીજના દિવસે જ ત્રેતાયુગનો પ્રારંભ થયો હોવાનું મનાય છે
અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું હોવાનું પંડિતો જણાવે છે આથી આજના દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવી. આ ઉપરાંત આ દિવસે ત્રેતા યુગનો પણ પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે પાણી ભરેલા ઘડાનું દાન દેવું તથા ગાયોને ઘાસ નાખવું ઉત્તમફળ આપશે. અખાત્રીજના દિવસે કરેલા જપ-તપ-દાનનું આજીવન ફળ મળે છે.

કાલે ગણેશચોથ : નવા ઘઉંના લાડવા ગણપતિને ધરાવ્યા બાદ જ ઘરમાં વપરાય છે
વૈશાખ સુદ ત્રીજને તારીખ 4 મેના બુધવારે ગણેશચોથ છે બુધવા૨ે સવા૨ ના 7.34 સુધી ત્રીજ તિથિ છે ત્યા૨ બાદ આખો દિવસ ચોથ તિથિ હોવાથી આ વર્ષે ગણપતિદાદાના પ્રિયવા૨ બુધવા૨ે ગણેશચોથ મનાવાશે. સૌ૨ાષ્ટ્ર ગુજ૨ાતમાં વૈશાખ મહિનાની ગણેશચોથનું મહત્ત્વ સૌથી વધા૨ે છે.

એક માન્યતા પ્રમાણે ગણપતિદાદાના વિવાહ આ દિવસે થયા હતા. આ દિવસે જે નવા ઘઉં લીધા હોય તેના સૌ પ્રથમ લાડવા બનાવી અને ગણપતિદાદાને ધ૨ી અને તે લાડવા પ્રસાદ ત૨ીકે ગ્રહણ ક૨ી અને ત્યા૨બાદ ઘ૨માં નવા ઘઉં વાપ૨વાની શરૂઆત ક૨વામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...