કોરોના રાજકોટ LIVE:બે મહિનામાં સતત બીજી વાર એક જ દિવસમાં 7 કેસ નોંધાયા, ત્રંબામાં 23 વર્ષીય યુવક સંક્રમિત, યુવાનોમાં સંક્ર્મણનું પ્રમાણ વધ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 3 લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવાથી દૂર

રાજકોટ શહેરમાં બે મહિનામાં ફરી આજે એક જ દિવસમાં 7 કેસ નોંધાયા છે. જ્યાં ત્રંબા ગામમાં 23 વર્ષીય યુવક સંક્રમિત થયો છે. ગઇકાલે પણ એકસાથે નવા 7 પોઝિટિવ કેસ આવ્યા હતા. ઓમિક્રોનના ભય વચ્ચે કેસમાં ઉછાળો આવતા તંત્ર દોડતું થયું છે. જ્યારે બીજી તરફ હજુ પણ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે રસીકરણ કેન્દ્રો સુધી આવતા નથી જેથી વેક્સિન કવરેજ પૂરું મળતું નથી.

7માંથી બે કેસમાં પિતા-પુત્રી
રાજકોટમાં જે 7 કેસ આવ્યા છે તેમાં 2 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમાં પણ એક જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેઓ પણ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જેમાં હાજરી આપનારા રાજકોટના 4 અને જામનગરના 3 લોકો પોઝિટિવ આવી ચૂક્યા છે. જ્યારે એક વૃદ્ધા ઉજ્જૈન ગયા હતા. સાતમાંથી બે કેસમાં પિતા-પુત્રી છે. બે મહિના બાદ એકસાથે 7 કેસ આવતા તંત્રને લગ્નપ્રસંગો અને મેળાવડાને કારણે ચેપ ફેલાયાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે.

બીજો ડોઝ લેવામાં 3 લાખ લોકોને રસી લેવામાં રસ નથી
એકતરફ કેસ વધી રહ્યા છે જ્યારે બીજી તરફ તંત્ર પાસે એવા લોકોને રસી આપવાનો પડકાર છે જેઓએ પહેલો ડોઝ તો લઈ લીધો છે પણ બીજો ડોઝ લેતા નથી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 12 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને તેમાંથી 8.90 લાખે બીજો ડોઝ પણ લઈ લીધો છે. હવે જે 3 લાખ લોકો બાકી રહ્યા છે તે પૈકી 1.40 લાખ એવા છે જેમને પહેલો ડોઝ લીધાને 84 દિવસ કરતા વધુ સમય પણ થઈ ગયો છે. આમ છતાં રસી લઈ રહ્યા નથી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ કોલસેન્ટર શરૂ કર્યા છે અને બધાને બે બે વખત એટલે કે કુલ 2.80 લાખ ફોન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...