તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Year Sitting In Anuradha Nakshatra Today And Bhai Beej, Unit Till 7.07 In The Morning, Then Beej, Since Tuesday Is Third, Bhai Beej Will Be Celebrated Only On Monday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:આજે અનુરાધા નક્ષત્રમાં બેસતું વર્ષ અને ભાઈબીજ, સવારે 7.07 સુધી એકમ, ત્યારબાદ બીજ, મંગળવારે ત્રીજ હોવાથી ભાઈબીજ સોમવારે જ મનાવાશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

16 નવેમ્બરને સોમવારે બેસતું વર્ષ મનાવાશે. આ દિવસે ઉદયાત તિથિનું મહત્ત્વ હોવાથી સોમવારે સવારે એકમ તિથિ સવારે 7.07 કલાક સુધી જ છે. આથી સોમવારે નવા વર્ષ વિક્રમ સંવત 2077નો પ્રારંભ થશે. વધુમાં સોમવારે અનુરાધા નક્ષત્ર પણ છે આથી શુભ નક્ષત્રમાં બેસતું વર્ષ અને ભાઈબીજનો તહેવાર મનાવાશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, સોમવારે સવારે 7.07 કલાક બાદ બીજની તિથિ બેસી જાય છે અને મંગળવારે ત્રીજની તિથિ છે આથી ભાઈબીજ સોમવારે જ મનાવવાની રહેશે.

જ્યોતિષની દૃષ્ટિએ વર્ષ પ્રારંભે શુક્ર-બુધનો પરિવર્તન યોગ થાય છે. શનિ સ્વગૃહી છે, ગુરુ સ્વગૃહી છે જે શુભ અને ઉત્તમ ગણાય છે. આ બધા ગ્રહોથી ભારતની પ્રગતિની આશા છે. બેસતા વર્ષનો શુભ સમય સવારે 5.38થી 7.07 સુધી છે, જ્યારે ભાઈબીજના દિવસે ભાઈને ચાંદલો કરવાનો, યમુનાજળ લેવાનો શુભ સમય સોમવારે બપોરે 12.09થી 12.53 કલાકનો છે. ભાઈબીજના દિવસે યમરાજ પોતાના બહેન યમુનાજીને ત્યાં જમવા ગયેલા અને યમુનાજીને વરદાન આપેલું કે આજના દિવસે જે કોઈ ભાઈ બહેનના ઘેર જમવા જશે, ભેટ આપશે તેને આખા વર્ષ દરમિયાન ક્લેશ કે શત્રુભયનો સામનો કરવો પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો