સમાજને નવી રાહ ચીંધી:ઉપલેટામાં 61 વર્ષના વૃદ્ધનું અવસાન થતા બહેન અને ત્રણ દીકરીએ અર્થીને કાંધ આપી અંતિમવિધિ કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહેન અને 3 દીકરીએ વૃદ્ધની અર્થીને કાંધ આપી. - Divya Bhaskar
બહેન અને 3 દીકરીએ વૃદ્ધની અર્થીને કાંધ આપી.
  • બહેન અને દીકરીઓએ સમાજમાં પ્રવર્તી રહેલા કૂરિવાજોને તિલાંજલિ આપી

રાજકોટના ઉપલેટામાં જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતું. પરંતુ તેમને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અર્થીને કાંધ બહેન અને ત્રણ દીકરીઓએ આપી હતી. તેમજ જમનભાઇની અંતિમવિધિ પણ બહેન અને તેમની દીકરીઓએ કરી સમાજમાં પ્રવર્તી રહેલા કૂરિવાજોને તિલાંજલિ આપતું ઉદાહરણ પુરું પાડ્યું હતું.

જમનભાઈ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા
મૃતક જમનભાઈ છેલ્લા કેટલાક સમયથી બિમારી હતા અને અમદાવાદમાં અવસાન પામ્યા હતા. પરંતુ પાર્થિવદેહને ઉપલેટા તેમના નિવાસસ્થાને લવાવામાં આવ્યો હતો. તેમની અંતિમવિધિ બહેન અને દીકરીઓએ કરી સ્મશાનમાં પણ અગ્નિદાહ આપ્યો હતો.

ત્રણ દીકરીઓ અને બહેને અંતિમવિધિ કરી.
ત્રણ દીકરીઓ અને બહેને અંતિમવિધિ કરી.

બહેન-દીકરીઓએ અંતિમવિધિ કરી હતી
અંતિમવિધિ સમયે બહેન અને દીકરીઓના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. જમનભાઈના પિતાનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. જમનભાઈ અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે આજે બહેન-દીકરીઓએ પણ એક ભાઇ-પિતાના અવસાન બાદ દીકરા તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કર્યું છે.