તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રંગીલા રાજકોટમાં 13 વર્ષની હીરે પોતાનું ‘હિર’ ઝળકાવ્યું છે. હીર દોશીએ 1500 કલાકની મહેનત કરી 32,256 પીસ જોડી ’ધ ન્યુયોર્ક સિટી વિન્ડો’ જિગસો પઝલ બનાવી છે. હીરની આ પઝલને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આથી હીરની આ સિદ્ધિથી તેનો પરિવાર પણ ખુશખુશાલ છે. 32,256 પીસ દ્વારા બનાવવામાં આવેલી રેવન્સ બર્જરની ‘ધ ન્યુયોર્ક સિટી વિન્ડો’ નામની પઝલ 17 ફૂટ લાંબી અને 6 ફૂટ જેટલી પહોળી છે.
પહેલા પણ 3 હજાર પીસની પઝલ બનાવી ચુકી છે
હીરે જણાવ્યું હતં કે, હું આ પહેલા પણ 3 હજાર પીસની પઝલ બનાવી ચુકી છે. જ્યારે આ પઝલ માટે 3 વર્ષ અને 1 મહિના દરમિયાન 1500 કલાકથી વધુ સમયની મહેનત બાદ ધ ન્યુયોર્ક સિટી વિન્ડો પઝલ તૈયાર થઈ છે. મારી આ પઝલને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળતા ખુશી બમણી થઈ ગઈ છે. આગામી સમયમાં પણ પઝલ બનાવવાનાં ક્ષેત્રમાં નવા શિખરો સર કરવાનો વિશ્વાસ પણ વધુ દ્રઢ બન્યો છે.
રોજ 2-3 કલાકનો સમય પઝલ માટે ફાળવતી
હીરે વધુમાં જણાવ્યું હતું કે, હું 10 વર્ષની હતી ત્યારે જ આ પઝલ બનાવવાનું નક્કી કર્યુ હતું. અને પિતાએ પણ અમેરિકાથી ધ ન્યુયોર્ક સિટી વિન્ડો નામની પઝલ બનાવવા માટે જરૂરી પીસ મંગાવી આપતા જ મેં કામ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો મને પણ આશા નહોતી કે હું આ પઝલ બનાવી શકીશ. પરંતુ મહેનત કરતા-કરતા વિશ્વાસ વધુને વધુ દ્રઢ બનતો ગયો હતો. અને મને અભ્યાસમાં અડચણ ન બને તેમ દરરોજ 2-3 કલાકનો સમય પઝલ માટે ફાળવવાનું શરૂ કર્યુ હતું.
નાનપણથી જ પઝલનો ખૂબ શોખ હતો
પઝલ એવી વસ્તુ છે જેમાં સતત મગજનો ઉપયોગ કરવો પડે છે. તેમાં પણ 10-12 વર્ષના બાળકો પઝલ બનાવવી તો દૂર સાવ સામાન્ય પઝલ સોલ્વ કરવામાં પણ ચકરાવે ચડી જતા હોય છે. ત્યારે 13 વર્ષની વયે હીરે સૌથી મોટી પઝલ બનાવવાની આ અનોખી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. જેને સૌ કોઈ બિરદાવી રહ્યાં છે. પોતાની આ સફળતા વિશે જણાવતા હીરે કહ્યું હતું કે, નાનપણથી જ પઝલનો ખૂબ શોખ હતો. મારો શોખ સમજી ગયેલા પિતા પણ તેને અવારનવાર જુદી-જુદી પઝલો લાવી આપતા હતા.
પઝલ ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાથી મંગાવાઇ
પઝલ ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાથી મંગાવાઈ હતી. કોરોના મહામારી હળવી થતાં જ હીરની વિક્રમસર્જક પઝલનું પ્રદર્શન પણ યોજાશે. જર્મન કંપની રેવન્સબર્જર દ્વારા આ પઝલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુયોર્ક શહેરની આકાશની ક્ષિતિજ બતાવવામાં આવી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.