ફૂટબોલ ચેમ્પિયનશિપ:ઓપન રાજકોટ ફૂટબોલ ચેમ્પિયનશિપના અન્ડર-14 અને 17માં વાયસીસી ચેમ્પિયન

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં અન્ડર-14 અને 17ના જૂથમાં ચેમ્પિયન બનેલી બંને ટીમ. - Divya Bhaskar
રવિવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં અન્ડર-14 અને 17ના જૂથમાં ચેમ્પિયન બનેલી બંને ટીમ.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ચાલી રહેલી જયંતીલાલ કુંડલિયા મેમોરિયલ ઓપન રાજકોટ અન્ડર-14 અને 17 બોયઝ ટૂર્નામેન્ટ આજે સંપન્ન થઇ છે. રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ પર રવિવારે બપોરે અન્ડર-14ના જૂથમાં વાયસીસી અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો.

મેચના પૂરા સમયના અંતે જય ઇન્ટરનેશનલ સ્કૂલને 1-3થી પરાજિત કરી વાયસીસી ટીમ અન્ડર-14ના જૂથમાં ચેમ્પિયન બની છે. ટૂર્નામેન્ટમાં રમતનું શાનદાર પ્રદર્શન કરનાર યુગ નથવાણીને મેન ઓફ ધી ટૂર્નામેન્ટ જાહેર કર્યો હતો. અન્ડર-14ના મેચ બાદ અન્ડર-17ના જૂથમાં વાયસીસી અને રેલવે વચ્ચે ફાઇનલ જંગ રમાયો હતો.

અન્ડર-17ના જૂથમાં પણ વાયસીસીની ટીમે શાનદાર પ્રદર્શન કરી રેલવેને 3-1થી પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી છે. ટૂર્નામેન્ટમાં રમતનું શાનદાર પ્રદર્શન કરનાર પ્રકાશ દિશલેને મેન ઓફ ધી ટૂર્નામેન્ટ જાહેર કર્યો હતો. બંને વયજૂથમાં ચેમ્પિયન બનેલી વાયસીસી ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...