તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:યાર્ડમાં વેપારી, દલાલ મજૂરના 2 હજાર પાસની અરજી આવી, અરજદારોને આજે પાસ ઈસ્યુ કરવામાં આવશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાત્રી કર્ફ્યૂ દરમિયાન યાર્ડના મજૂરો, વેપારી, દલાલને આવનજાવનમાં મુશ્કેલી પડતી હોય તે માટે યાર્ડ દ્વારા પાસ કાઢવાની વ્યવસ્થા ઊભી કરી હતી. જેમાં કુલ બે હજાર અરજી આવી છે. આ બધાને આજે પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળી જતા વેપારી, દલાલની સમસ્યાનો અંત આવશે. યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાના જણાવ્યાનુસાર યાર્ડમાં હરાજી પૂરી થયા બાદ તોલમાપ, વજન માટેની કામગીરી રાત સુધી ચાલતી હોય. પરંતુ નાઇટ કર્ફ્યૂ આવ્યા બાદ ફરજિયાતપણે દરેક વેપારીઓ, દલાલો, મજૂરોને વહેલા નીકળી જવું પડતું હતું.

પરિણામે હરાજી બાદની કામગીરી ખોરવાતી હતી અને જો તે કામગીરી પૂરી કરવામાં આવે તો આવનજાવન માટે તકલીફ પડતી હતી.જે અનુસંધાને કલેકટર, કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં એવું નક્કી થયું હતું કે યાર્ડ તરફથી જ પાસ કાઢી દેવામાં આવે. નિર્ણય આવ્યા બાદ બે હજાર અરજી આવી હતી.જે તમામના પાસ આજે ઈસ્યુ કરવામાં આવશે.મજૂરોને બિલ્લા અને આધારના આધારે તેવી જ રીતે વેપારીઓના લાઇસન્સના આધારે પાસ કાઢી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...